રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા – Gujarati GNS News


(જી.એન.એસ) તા. ૨૫

ગાંધીનગર,

વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેના મહત્ત્વના આંકડાઓ રજૂ કરતાં કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે રાજ્યમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦,૨૮૮ પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વર્ષ ૨૦૨૪માં ૬,૩૧૯ અને વર્ષ ૨૦૨૫માં ૪,૭૮૧ મળીને કુલ ૧૧,૧૦૦ પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.

વડોદરા શહેરમાં પોલીસ મહેકમની ખાલી જગ્યાઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા રાજ્યમંત્રી વેકરિયાએ જણાવ્યું કે જાન્યુઆરી-૨૦૨૬માં વડોદરા શહેરમાં ૧,૧૩૧ પોલીસ કોન્સ્ટેબલની સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં ૪૭૫ બિનહથિયારી PSIની ભરતી કરવામાં આવી છે. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં અંદાજે ૬૫૯ બિનહથિયારી PSI અને ૧૨૯ હથિયારી PSI માટે સીધી ભરતીની પ્રક્રિયા હાલ કાર્યરત છે, જે પૂર્ણ થતા વડોદરા શહેરની ઘટ પૂરી કરવામાં આવશે.

છેલ્લાં બે વર્ષમાં વડોદરા શહેરમાં ૩૮૯ હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે ૪૩૪ પોલીસ બિનહથિયારી કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.



Source link
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર