રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત17 ડિસેમ્બર, 2025| Super Admin

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી – Gujarati GNS News


(G.N.S) Dt. 17

ગાંધીનગર,

ગાંધીનગર,

સાયબર ફ્રોડનો શિકાર બનો તો તુરંત ‘1930’ ડાયલ કરવા શ્રી જીતુભાઈ વાઘાણીની નાગરિકોને અપીલ

કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સહિત સમગ્ર મંત્રીમંડળે ગુજરાત સાયબર ક્રાઇમ સેલની કામગીરીને બિરદાવી

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં સાયબર સુરક્ષા અંગે રાજ્ય સરકારની સતર્કતા અને સફળતા અંગે થયેલી ચર્ચાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડમાં જતા નાણાંને ફ્રીઝ કરવાની કામગીરીમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

સાયબર ક્રાઇમમાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા નાગરિકો માટે 1930 હેલ્પલાઇન આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જ્યારે કોઈ નાગરિક સાયબર ફ્રોડનો ભોગ બને છે, ત્યારે તેની ફરિયાદ મળતા જ સાયબર પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે. આ હેલ્પલાઇન દ્વારા સાયબર ગુનેગારના ખાતામાં પહોંચતા નાણાંને અધવચ્ચે જ અટકાવી ફ્રીઝ કરી દેવામાં આવે છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આ કામગીરી માટે રાજ્યનું ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ દિવસ-રાત કાર્યરત છે. છેલ્લા ત્રણ મહિનામાં સાયબર સેલની કામગીરીમાં અભૂતપૂર્વ સફળતા મળી છે. અગાઉની સરખામણીએ ફ્રોડ થયેલા નાણાં ફ્રીઝ કરવાની ક્ષમતામાં ૫૦ ટકા જેટલો વધારો નોંધાયો છે, જે રાજ્યની સુરક્ષા એજન્સીઓની કાર્યક્ષમતા દર્શાવે છે. એટલું જ નહીં, ઓપરેશન મ્યૂલ હન્ટ અંતર્ગત એક અઠવાડિયામાં રાજ્યમાં ૪૯૪ FIR દાખલ કરીને ૩૪૦ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહેલી આ મહત્વપૂર્ણ કામગીરીને કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત સમગ્ર મંત્રી મંડળે બિરદાવી હતી.

મંત્રીશ્રીએ નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, જો તમારી સાથે કોઈપણ પ્રકારનો સાયબર ક્રાઇમ કે નાણાકીય છેતરપિંડી થાય, તો સમય વેડફ્યા વગર તુરંત 1930 નંબર પર કોલ કરો. સમયસર મળેલી જાણકારી તમારા મહેનતના નાણાં બચાવી શકે છે.



Source link

સંબંધિત સમાચાર