રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત8 ડિસેમ્બર, 2025| Super Admin

સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજ, – Gujarati GNS News


અજાણ્યો શખસ બાટલો ફેંકીને ફરાર

લોકોને આંખ-ગળામાં બળતરા થતાં ફાયરે 14 કલાકે કાબૂ કર્યો; 6 ફાયરકર્મીને અસર, 2ને હોસ્પિટલમાં ખસેડાયા

(જી.એન.એસ),તા.૦૮

અમદાવાદ

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક માધવ ઔડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં ક્લોરિન ગેસની બોટલમાંથી લીકેજ થવાના કારણે આસપાસમાં ગેસ ફેલાઈ ગયો હતો. લોકોને શ્વાસ લેવામાં અને આંખ તેમજ ગળામાં બળતરા થવા લાગી હતી. જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ગેસને ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં કુલ 6 જેટલા ફાયરકર્મીને અસર થઈ હતી. બે ફાયરકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ક્લોરિન ગેસ લિકેજ 14 કલાકે બંધ થયો હતો અને લોકોને રાહત મળી હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ 7 ડિસેમ્બરના રોજ સાંજે 5:40 વાગ્યે ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક ખુલ્લા પ્લોટમાં એક ગેસના બોટલમાંથી લીકેજ થાય છે અને લોકોને આંખોમાં તેમજ ગળામાં બળતરા થઈ રહી છે. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અલગ અલગ સાધનો સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી. માધવ ઔડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં કોઈ અજાણી વ્યક્તિએ ક્લોરિન ગેસની બોટલ નાખી દીધી હતી જેમાંથી ગેસ સતત લીકેજ થઈ રહ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ સૌપ્રથમ આ ગેસના લીકેજને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે બંધ થઈ શકે તેવી સ્થિતિ નહોતી. જેથી ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ક્લોરિન ગેસ સતત બહાર આવી હવામાં ફેલાઈ રહ્યો હતો જેથી ફાયરના જવાનો તેના પર પાણી છાંટી રહ્યા હતા. ત્યારે બે ફાયર જવાનોને ક્લોરિન ગેસની અસર થઈ હતી. જેથી તેઓને ત્યાંથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરની બેથી વધુ ટીમો સતત પાણીનો મારો ચલાવી રહી હતી. જોકે ક્લોરિન ગેસ એટલો વિશાળ માત્રામાં બહાર આવી રહ્યો હતો કે ફાયરના જવાનોને પણ તકલીફ પડી રહી હતી, છતાં પણ ફાયરના જવાનોએ કામગીરી ચાલુ રાખી હતી. હવામાં ગેસ ઓછો ફેલાય અને લોકોને ઓછી તકલીફ પડે તેના માટે આ કામગીરી કરાઈ હતી.



Source link

સંબંધિત સમાચાર