રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહિલાને ફેસબુક પર આવેલી જાહેરાત ભારે પડી – Gujarati GNS News


ગાંધીનગરના PG સંચાલક સાથે શેરબજારમાં રોકાણના નામે 10 લાખની ઠગાઈ

(જી.એન.એસ),તા.૦૧

ગાંધીનગર

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં પી.જી. ચલાવતા એક મહિલા સંચાલકને ફેસબુક પર આવેલી શેરબજારમાં રોકાણની જાહેરાત ભારે પડી છે. કોટક સિક્યોરિટીઝના નામે શરૂ કરાયેલા વોટ્સએપ ગ્રુપ મારફતે અજાણ્યા ઠગોએ મહિલા પાસેથી તબક્કાવાર કુલ 10 લાખ પડાવી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે અત્યાર સુધીમાં 5.18 લાખ જેટલી રકમ રિકવર કરી છે, જ્યારે બાકીના રૂ.4.82 લાખ પરત મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. ગાંધીનગર કુડાસણ પ્રમુખ હોમ્સ ખાતે હાલમાં પોતાની દીકરી સાથે રહેતા અને એમ.કે. પી.જી.ના સંચાલક રક્ષાબેન મધુકાંતભાઈ ભટ્ટ આશરે સવા વર્ષ પહેલા D-304, શ્રીનાથ હોમ્સ ખાતે રહેતા હતા, ત્યારે તેમણે ફેસબુક પર શેરમાર્કેટમાં રોકાણ કરવા માટેની કોટક સિક્યોરિટીઝના નામની જાહેરાત જોઈ હતી. બાદમાં રક્ષાબેને રોકાણ કરવામાં રસ હોવાથી જાહેરાત નીચેની વ્હોટ્સએપ ગ્રુપ જોઈન કરવાની લિંક પર ક્લિક કર્યું હતું. આ ગ્રુપનું નામ IGP777/KOTAK-Stok market analysis, sharing and guidance હતું. આ ગ્રુપમાં થતી એક્ટિવિટીનું બે મહિના સુધી નિરીક્ષણ કર્યા બાદ 7 નવેમ્બર, 2024ના રોજ તેમને એક મોબાઈલ નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર ઈસમે રક્ષાબેનને શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી એક લિંક મોકલી. જે લિંક પર ક્લિક કરતા જ kotak neo નામના સિમ્બોલવાળી એપ્લિકેશન ઓપન થઈ હતી. જેમાં રક્ષાબેને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ 12 નવેમ્બર, 2024ના રોજ રક્ષાબેને સૌપ્રથમ 30 હજાર રોક્યા હતા. આમ શેર બજારમાં રોકાણનો સિલસિલો શરૂ થયો હતો. બાદમાં તેમને ભારતી લેંગવાલ નામની વ્યક્તિના વ્હોટ્સએપ કોલ આવતા તેમણે 60 હજારનું વધુ રોકાણ કર્યું હતું. 12 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અલગ-અલગ બેંક ખાતાઓમાં રક્ષાબેને તબક્કાવાર કુલ 10 લાખ જમા કરાવી દીધા હતા. જોકે, મોટી રકમ મળતા જ સાયબર ઠગોએ તેમને વ્હોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં રક્ષાબેને પૈસા વિડ્રો કરવાની પ્રોસેસ કરતા જણાવાયું હતું કે, રૂ.5,48,331 કમિશન પેટે જમા કરાવો પછાત જ રકમ વિડ્રો થઈ શકશે. આ જાણીને રક્ષાબેનને પોતાની સાથે ઠગાઈ થયાનું માલૂમ પડ્યું હતું. આ મામલે તેમની દીકરીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરી હતી. આ મામલાની ગંભીરતા જોઈને સાયબર પોલીસે જે.જે. એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા એની વિગતો મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો. જેના પગલે રૂ.2,49,712. હોલ્ડ થઈ ગયા હતા અને વધુ તપાસ દરમ્યાન વધુ ત્રણ લાખ પરત મળતા કુલ રૂ.5.18 લાખ રક્ષાબેનને પરત મળી ગયા હતા. જોકે, બાકીના 4.82 લાખ આજદિન સુધી પરત નહીં મળતા રક્ષાબેને સમગ્ર સાયબર ફ્રોડ મામલે ફરિયાદ નોંધાવી છે.



Source link
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર