રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત29 ઑક્ટોબર, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

SIR અંગે ગુજરાત ચૂંટણી પંચની મહત્વપૂર્ણ બેઠક; 6 રાષ્ટ્રીય પાર્ટીના પ્રતિનિધીઓઓને અપાશે તમામ પ્રકારની જાણકારી


(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે ગુજરાતમાં SIRની કામગિરી શરુ થવાની છે તે પૂર્વે રાજ્ય ચૂંટણી પંચની આજે ગાંધીનગર ખાતે રાજકીય પક્ષો સાથે ખાસ બેઠક યોજાવાની છે. બેઠકમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ પક્ષોના પ્રતિનિધીઓને SIR અંગેની જાણકારી અને સમગ્ર પ્રક્રિયાની માહિતી અપાશે.

SIR અંગે રાજ્ય ચૂંટણીપંચની આજે મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. 6 રાષ્ટ્રીય પાર્ટીના પ્રતિનિધીઓ સાથે આ ખાસ બેઠક યોજાશે જેમાં BJP, INC, AAP, BSP, CPI, NPP ના પ્રતિનિધિ સાથે મુખ્ય ચૂંટણી અધિકારીના અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે.

આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીના પ્રતિનિધી સાથે ચર્ચા થશે. રાજકીય પક્ષોના પ્રતિનિધીઓને SIR મુદ્દે જાણકારી અપાઇ રહી છે. SIR શું છે અને તેનો આશય શું છે તથા SIR કઇ પ્રક્રિયાથી કરવામાં આવશે તે સહિતના તમામ મુદ્દાઓ પર રાજ્ય ચૂંટણી પંચ માહિતી આપશે.

ઉલ્લેખનિય છે કે SIR માં આગામી 4 નવેમ્બરથી BLO ડોર ટુ ડોર કાર્યવાહી કરશે એટલે કે દરેક ઘરની મુલાકાત લશે અને મતદાર યાદીની ચકાસણી વેરીફીકેશન કરશે.

ગુજરાતમાં બે તબક્કામાં SIR અભિયાન ચાલશે અને વર્ષ 2025ની યાદીને 2002ની યાદી સાથે સરખાવાશે તથા A-F એમ કુલ 6 શ્રેણીમાં મતદારોને વર્ગીકૃત કરાશે. મૃતક મતદારોના નામ કાઢી દેવાશે.



Source link

સંબંધિત સમાચાર