રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 એપ્રિલ, 2025| Super Admin

શિહોરી તાલુકા મથક વિસ્તારમાં ભૂગર્ભ જળ તળીયા ઝાટક

શિહોરી તાલુકા મથક વિસ્તારમાં ભૂગર્ભ જળ તળીયા ઝાટક
પાણીના તળ દિન પ્રતિદિન ઊંડા ઉતર્યે જતા ગંભીર જળ સંકટના એંધાણ પંથકના ગામ તળાવો નર્મદાના નિરથી ભરવા પ્રજા અને ખેડૂતોની માંગ; બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી સહિત પૂર્વ વિસ્તારના ગામોમાં ભૂગર્ભ જળ ઉતરોતર તળીયે જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક બાજુ મોંઘીદાટ બનેલી ખેતીથી ખેડૂતોને પિયત કરવા માટે બોર ચલાવવા મુશ્કેલ થઇ રહ્યા છે અને ઉતરોતર શિહોરી વિસ્તારમાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે. ખેડૂતોને દર વરસે ઉનાળામાં બોરમાં કોલમ ઉતારવી પડે છે અને અત્યારે પણ વીસ ફૂટની કોલમો બોરમાં ઉતારી રહ્યા છે. છતાંય બોરના પાણી  ડ્રોડાઉન થઇ એર લઈ રહ્યા છે. અત્યારે આઠસો ફૂટ કરતા ઊંડા પાણીના તળ પહોંચ્યા છે....! શિહોરી વિસ્તારમાં કોઈ પણ નહેર નથી અને તળાવો ખાલી ખમ પડ્યા છે. જીવા દોરી ગણાતી બનાસ નદી કોરી ધાકોર છે. વર્ષો પહેલાં બનાસ નદી બારે માસ વહેતી હતી. ત્યારે કાંકરેજ તાલુકાનો પૂર્વ વિસ્તાર હરિયાળો હતો પરંતુ નદીનું વહેણ બંધ થતાં અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ છે અને આ વિસ્તાર ભેકાર ભાસી રહ્યો છે. વડીલ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જયારે રાધનપુર, સાંતલપુર વિસ્તારમાં પીવાના પાણીની તંગી હતી. ત્યારે શિહોરી વિસ્તારમાંથી પાણી પુરવઠાના બોર રાત દિવસ ચાલુ રાખી પશ્ચિમ વિસ્તારમાં પાણી પહોંચાડયુ હતું. વર્ષો પહેલા શિહોરી - ઉંબરીમાં પાણી પુરવઠા વિભાગના બોર રાત દિવસ ચાલુ રાખી રાધનપુર સાંતલપુર વિસ્તારને પાણી પૂરું પાડ્યું હતું. તેથી હવે પાણીના તળ ખાલી થઈ ગયા છે. જેના કારણે આ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે અને આગામી સમયમાં આ વિસ્તારને પાણી માટે વલખા મારવા પડે તેવી નોબત આવી છે. ત્યારે આ વિસ્તારની પાણીની સમસ્યાને સરકાર ધ્યાને લઈ આ વિસ્તારના ગામ તળાવો ભરવામાં આવે તેમ શિહોરી વિસ્તારના ગામોની આમ પ્રજા અને ખેડૂત વર્ગ ઈચ્છી રહ્યો છે.

સંબંધિત સમાચાર