રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત16 ફેબ્રુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજનાના લાભાર્થીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠાં સહાય મળશે


(G.N.S) Dt. 16

ગાંધીનગર,

રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુ વિગતો આપતા કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં આશરે ૧.૪૭ લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ તમામ લાભાર્થીઓને આધુનિક બેંકિંગ સુવિધા સાથે જોડવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં તા. ૧૪ થી ૨૦ ફેબ્રુઆરી,૨૦૨૬ સુધી વિશેષ અભિયાન ચલાવીને નવા IPPB ખાતાઓ ખોલવામાં આવશે.

શ્રી યાદવે વધુમાં જણાવ્યું કે, આ IPPB ખાતું શૂન્ય બેલેન્સથી ખોલી શકાશે. પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક વિનંતી પર ઘરે આવીને ખાતું પણ ખોલી આપશે અને નાણાં પણ ચૂકવશે. લાભાર્થીઓએ પૈસા ઉપાડવા માટે બેંક કે પોસ્ટ ઓફિસ જવાની જરૂર રહેશે નહી. જે લાભાર્થીઓ પાસે પહેલેથી IPPB ખાતું છે, તેમણે માત્ર આધાર સીડિંગ કરાવવાનું રહેશે. IPPB ખાતું પહેલેથી જ ઉપલબ્ધ પોસ્ટ ઓફીસ બચત ખાતા સાથે લીંક કરી શકાશે, જેથી પોસ્ટ ઓફીસ બચત ખાતા અને IPPB બન્નેના લાભ એક સાથે મેળવી શકાય. આ ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર અને જૂના બચત ખાતાની પાસબુક અનિવાર્ય છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં અંદાજે ૧૮,૧૫૫ લાભાર્થીઓ પોસ્ટ ઓફીસ ખાતા મારફતે આ સેવાનો લાભ લઈ રહ્યા છે. જો કોઈ લાભાર્થીને ખાતું ખોલવામાં મુશ્કેલી જણાય, તો તેઓ નજીકની પોસ્ટ ઓફીસનો અથવા હેલ્પલાઇન નંબર ૯૨૧૮૩૦૨૧૪૩, ૯૯૭૮૬૭૫૭૫૩, ૯૨૧૮૩૦૨૧૩૨ પર સંપર્ક કરી શકે છે.


Source link

સંબંધિત સમાચાર