રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બહુચરાજીના હાંસલપુરમાં સ્ક્રેપના વાડામાં આગથી લાખોનું નુકસાન: અફરાતફરીનો માહોલ સર્જાયો

બહુચરાજીના હાંસલપુરમાં સ્ક્રેપના વાડામાં આગથી લાખોનું નુકસાન: અફરાતફરીનો માહોલ સર્જાયો

હાંસલપુર સ્થિત ટીપી રોડ પર આવેલા એક સ્ક્રેપના વાડામાં શુક્રવારે બપોરે આશરે ૨:૦૦ વાગ્યે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખો વાડો આગની લપેટમાં આવી ગયો હતો. આ અકસ્માતમાં લાખો રૂપિયાનો ભંગાર બળીને ખાખ થઈ ગયો હોવાનો પ્રાથમિક અંદાજ છે.

આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભય અને દહેશતનો માહોલ સર્જાયો હતો. આગની તીવ્રતા એટલી વધારે હતી કે રોડની સામેની બાજુએ પડેલા કચરાના ઢગલા પણ તેની ઝપેટમાં આવી ગયા હતા અને ત્યાં પણ આગ પ્રસરી ગઈ હતી.વસ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, નજીકમાં ફાયર બ્રિગેડની તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે સાંજ સુધી આગ સતત ધગધગતી રહી હતી. સ્થિતિ વણસતી જોઈને વાડાના માલિક દ્વારા ખાનગી પાણીના ટેન્કરો મંગાવીને આગ પર કાબૂ મેળવવાના ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, આગનું સ્વરૂપ અત્યંત ભયાવહ હોવાથી તેને શાંત પાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના સમાચાર સામે આવ્યા નથી, જે મોટી રાહતની વાત છે. પરંતુ, આગને કારણે થયેલું આર્થિક નુકસાન લાખોની મકાન પર પહોંચે તેવી પ્રબળ શક્યતા છે. આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર