- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /લોસ એન્જલસમાં આગનો ભય હજુ પણ યથાવત, ભારે પવનથી ડરી રહ્યા છે લોકો; ટ્રમ્પ લેશે મુલાકાત
આંતરરાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
લોસ એન્જલસમાં આગનો ભય હજુ પણ યથાવત, ભારે પવનથી ડરી રહ્યા છે લોકો; ટ્રમ્પ લેશે મુલાકાત

લોસ એન્જલસમાં જંગલોમાંથી શહેરો સુધી ફેલાયેલી આગ વિનાશક સાબિત થઈ છે. આગ પર હજુ સુધી સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો નથી. જ્યાં પણ આગ લાગી તે જગ્યા સંપૂર્ણપણે રાખમાં ફેરવાઈ ગઈ છે. આગના કારણે મોટાપાયે નુકસાન થયું છે. આગમાં અત્યાર સુધીમાં કુલ 27 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો લાપતા છે. ગુમ થયેલા લોકો વિશે કોઈ સુરાગ મળ્યો નથી. આગના કારણે 22 હજારથી વધુ ઘરો પણ બળીને ખાખ થઈ ગયા છે.
આગના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા લોકોની ચિંતામાં વધારો થયો છે. આગ ફેલાવવા માટે જવાબદાર મજબૂત પવનો પાછા ફરવાથી ખતરો વધી ગયો છે. કેટલાક સ્થળોએ, 88 માઇલ (142 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જે ફરી એક વખત આગ ફાટી નીકળવાનો ભય ઉભો કરે છે.
આગ વધી શકે છે
"આગ વિસ્ફોટક રીતે વધી શકે છે. તેથી આ ખાસ કરીને ખતરનાક પરિસ્થિતિ છે," નેશનલ વેધર સર્વિસ (NWS) ના એરિયલ કોહેને એએફપીને જણાવ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ પહેલાથી જ જોખમવાળા વિસ્તારોમાં એન્જિન અને ફાયર બ્રિગેડ તૈનાત કરી દીધા છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયઇન્ડિગોએ 24 ઓક્ટોબર સુધી સાઉદી અરેબિયાની ફ્લાઇટ્સ રદ કરી
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયરશિયામાં 6.9 ની તીવ્રતા જોરદાર ભૂકંપ આવ્યો, લોકો ડરીને ઘરની બહાર દોડ્યા
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયસ્ટારલિંક સાથેની સ્પર્ધા પર રિલાયન્સનો મોટો જવાબ, કહ્યું- અમે ક્યારેય સ્પર્ધાથી ડર્યા નથી
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયલંડનમાં યુએઈના રાજવી પરિવારની એક મહિલા રસ્તાના કિનારે બેભાન અને નશામાં મળી આવી
1 દિવસ પહેલા
