રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા13 જુલાઈ, 2026| Super Admin

આખોલ પુલ પર ગમખ્વાર અકસ્માત: પથ્થર ભરેલું ટ્રેલર માર્ગ પર જ પલટી માર્યું

આખોલ પુલ પર ગમખ્વાર અકસ્માત: પથ્થર ભરેલું ટ્રેલર માર્ગ પર જ પલટી માર્યું

મોટી જાનહાનિ ટળી, હાઇવે પર ચક્કાજામ

ડીસા-ભીલડી હાઇવે પર આવેલા આખોલ ગામના ઓવરબ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. હાઇવે પર અચાનક ગાય વચ્ચે આવી જતાં ભીલડી તરફ જઈ રહેલા એક ભારેભરખમ ટ્રેલરના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રેલરને બચાવવા જતાં તે રોડ પર જ ધડાકાભેર પલટી મારી ગયું હતું.

35.jpg 198.83 KB
આ અકસ્માતની વિગતો મુજબ રાજસ્થાન તરફ થી આવતું આ ટ્રેલરના પાછળના ભાગે મોટા અને ભારેભરખમ પથ્થરો ભરેલા હતા.જોકે અચાનક રોડ ઉપર ગાય આવી જતા આ ગાયને બચાવવા માટે ચાલકે અચાનક ટર્ન મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રેલરમાં ક્ષમતા કરતાં વધુ વજન હોવાના કારણે ગાડી પલટી ખાઈ ગઈ હતી. ટ્રેલર પલટી મારતાં જ તેમાં ભરેલા વિશાળ પથ્થરો હાઇવેની અધવચ્ચે રોડ પર જઈ પડ્યા હતા. સદનસીબે અકસ્માત સમયે ટ્રેલરની આસપાસ અન્ય કોઈ વાહન કે મુસાફર પસાર થઈ રહ્યા ન હોવાથી એક મોટી જાનહાનિ ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટ્રેલર પલટી મારવાની સાથે જ આખો રોડ બ્લોક થઈ ગયો હતો. 

ઘટનાના પગલે ડીસા-ભીલડી હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.​ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રોડ પર વેરાયેલા પથ્થરો અને પલટી મારી ગયેલા ટ્રેલરને હટાવીને વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર