રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા19 એપ્રિલ, 2025| Super Admin

મલાણા તળાવમાં પાણી નાખવાની કામગીરીમાં વિલંબ થતા ખેડૂતોમાં રોષ

મલાણા તળાવમાં પાણી નાખવાની કામગીરીમાં વિલંબ થતા ખેડૂતોમાં રોષ
સિંચાઇના પાણીના અભાવે ઉનાળુ વાવેતરને નુકશાન થવાની ભીતી કસરા પાઇપ લાઇનનું કામ સત્વરે પૂર્ણ કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી અપાઇ સિંચાઇના પાણી અછત ભોગવતા પાલનપુર તાલુકાના મલાણા પંથકમા નર્મદાનું પાણી પૂરું પાડવા કસરા થી પાઇપ લાઈન દ્વારા મલાણા તળાવમાં પાણી ભરવા સરકા દ્વારા કરોડો રૂપિયાની યોજના મંજૂર કરવામાં આવી હતી. અને 2025માં ફેબ્રુઆરીમાં તળાવમાં પાણી ભરવાની કામગીરી પૂર્ણ કરવાની હોય તેની આશાઓ આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા હજારો હેકટર જમીન વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ મલાણા તળાવમાં પાણી ભરવાની કામગીરી પૂર્ણ ન થતાં હાલ સિંચાઇના પાણી અભાવે વાવેતરને નુકશાન થવાની ભીતિથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. પાલનપુર તાલુકાના મલાણા પંથકના ભૂગર્ભ જળ ઉંડા જઇ રહ્યા છે. સાથે જમીનમાં દોઢસો ફૂટે પથ્થર આવતો હોય અહી બોરવેલ ફેઇલ થઇ રહ્યા હોય માલણાના તળાવમાં નર્મદાનું પાણી નાખવા ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું.જેને લઈ સરકાર દ્વારા કસરા થી પાઇપ લાઈન દ્વારા મલાણા તળાવમાં પાણી નાખવા પાઇપ લાઇન દ્વારા પાણી ભરવા 1600 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. અને આ પાઇપ લાઈનનું કામ ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરું કરવાનું હતું પરંતું આ કામગીરી પૂર્ણ ન થતાં ખેડૂતો દ્વારા હજારો હેકટર જમીનમાં કરેલ ઉનાળુ વાવેતરને સિંચાઇનું પાણી ન મળવાને લઇ પાકોને નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. ત્યારે મલાણા તળાવમાં પાણી ભરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. ભારતીય કિસાન સંઘના આગેવાન માવજીભાઈ લોહે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા છે.2023માં ભારતીય કિસાન સંઘે ત્રણ આંદોલનો કર્યા હતાં સરકારે પાણી આપવાની જવાબદારી લીધી હતી.2025માં પાણીની યોજનાઓ પુરી કરવાની સરકારે જવાબદારી લીધી હતી.2025માં ફેબ્રુઆરી મહિનામાં કસરા યોજના યોજના પૂર્ણ કરવાની હતી.તે પુરી કરી નથી અને ટાઈમ લિમિટ માંગી છે.સરકારની આળસ અને અધિકારીઓની બેદરકારીને લીધે પાણી આવ્યું નહિ ખેડૂતોએ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું હતું.અને ખેડૂતોને નુકશાન થયું છે.પશુઓ માટે અને ઘાસચારો ઉગાડવા માટે પાણી નથી સરકાર તાત્કાલિક ધોરણે અધિકારીઓ ઉપર પગલાં લે નહીતો અમો આંદોલન કરીશું

સંબંધિત સમાચાર