રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત17 ઑક્ટોબર, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સતત લોક સમ્પર્ક, કાર્ય કુશળતા અને મંત્રી તરીકે કાર્ય શૈલીની સફળતા નું ઉત્તમ ઉદાહરણ


સુરત કામરેજનાં ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ

(જી.એન.એસ) તા. 17

ગાંધીનગર/સુરત,

ગુજરાતની સરકારનાં નવા મંત્રીમંડળમાં શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ને ફરીવાર મંત્રી પદ આપવામાં આવ્યું છે. ભાજપનાં મોવડી મંડળે પ્રફુલભાઈ પાનસેરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે. 54 વર્ષીય પ્રફુલ પાનસેરિયાનો જન્મ 1 જૂન, 1971 નાં રોજ થયો હતો.

 પ્રફુલ પાનસેરિયા દક્ષિણ ગુજરાતમાંથી આવતા જાણીતા પાટીદાર ચહેરા છે. તેઓ સુરતની કામરેજ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2012 થી તેઓ સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે MA અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે. ગુજરાત સરકારમાં શિક્ષણ રાજ્યમંત્રી તરીકે તેમણે સેવાઓ આપી છે.

અગાઉના તેમના કાર્યકાળ દરમ્યાન તેમની વિવેક બુદ્ધિ, શાલીન સ્વભાવ, સતત લોક સમ્પર્ક, કાર્ય કુશળતા અને કાર્યશૈલી ચર્ચા માં રહી છે.

રાજ્ય સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી નિભાવનાર પ્રફુલ પાનસેરિયાને ફરી એકવારમાં નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેઓ સુરતની કામરેજ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને વર્ષ 2012 થી સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. તેમણે MA (રાજનીતિ વિજ્ઞાન) અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે, જે તેમને ભાજપનો એક શિક્ષિત ચહેરો બનાવે છે. પ્રફુલ પાનસેરિયાની ખાસ વાત એ છે કે તેઓ મંત્રી તરીકે બહોળો અનુભવ અને નિર્વિવાદિત નેતા તરીકેની છાપ ધરાવે છે.

પ્રફુલભાઈ ડાયમંડ સીટી સુરતથી ભાજપના યુવા મોરચાથી તેઓ રાજકીય કારકિર્દીમાં જોડાયા હતા. વર્ષ 2012 માં તેમણે પ્રથમ વખત ચૂંટણી લડી હતી, જેમાં તેમનો ભવ્ય વિજય થયો હતો તે પછી તેઓ રાજકારણમાં વધુ સક્રીય અને કાર્યશીલ રહ્યા છે. વર્ષ 2022 માં પણ કામરેજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાનાં મંત્રી તરીકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સામાજિક અને શૈક્ષણિક કાર્યો સાથે સંકળાયેલા છે. તેમણે શરૂઆત થીજ પોતાનાં રાજકીય સફરમાં સતત લોક સમ્પર્ક અને શિક્ષણને લગતા મુદ્દાઓને પ્રાધાન્ય આપી રાજ્યનો વીકાસ વધે તે માટે હર હંમેશ મહેનત કરતા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં રાજકારણમાં તેઓ એક પ્રભાવશાળી કાર્યશૈલીવાળું વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે ફરીવાર મંત્રીમંડળમાં સ્થાન મળતા અને મંત્રી પદના શપથ લેતા તેમનાં પરિવાર અને સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સાથેજ કામરેજ ભાજપ તાલુકા કાર્યાલયમાં ફટાકડા ફોડી, મોઢું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી.



Source link

સંબંધિત સમાચાર