રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ઉત્તર ગુજરાત11 જુલાઈ, 2026| Super Admin

પાલનપુરના 300થી વધુ પ્રતિભાશાળી છાત્રોનું મેડલથી સન્માન કરાયું

પાલનપુરના 300થી વધુ પ્રતિભાશાળી છાત્રોનું મેડલથી સન્માન કરાયું

પાલનપુરમાં ગોબરી રોડ સ્થિત કર્ણાવત હાઇસ્કૂલ ખાતેના હોલમાંઆયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં શહેરની વિવિધ શાળાઓના 300થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મેડલ પહેરાવી સન્માનિત કરાયા હતા.વિદ્યાર્થીઓ સાથે આવેલા શિક્ષકોને પણ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા.કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, મુખ્ય જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સતત મહેનત, સંસ્કાર, વાંચન અને ટેકનોલોજીના જવાબદાર ઉપયોગ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.સમારોહમાં ઉપસ્થિત મહેમાનોએ દિવ્ય ભાસ્કરની સમાજલક્ષી પહેલને બિરદાવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે આ સન્માન માત્ર વિદ્યાર્થીઓનું નહીં, પરંતુ તેમના માતા-પિતા, શિક્ષકો અને સમગ્ર પરિવારની મહેનતનું પણ સન્માન છે. પરીક્ષા દરમિયાન આખો પરિવાર વિદ્યાર્થી સાથે સંઘર્ષ કરે છે અને તે જ સફળતાનો સાચો આધાર બને છે.જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિતે વિદ્યાર્થીઓને માર્ક્સ અંગે નિરાશ ન થવા અપીલ કરતાં જણાવ્યું હતું કે જીવનમાં સફળતા માટે સતત જાગૃતતા અને મહેનત જરૂરી છે. તેમણે હસતા-હસતા જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી.ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે એટલે સૂર્ય હોવાનું જણાવતાંની સમાજ પ્રત્યેની જવાબદારીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે સન્માન પછી વિદ્યાર્થીઓની જવાબદારી વધુ વધી જાય છે. સોશિયલ મીડિયાના સદુપયોગ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે મોટાભાગનો સમય નિરર્થક કન્ટેન્ટમાં વેડફાઈ જાય છે, જ્યારે તે જ સમય અભ્યાસમાં વપરાય તો ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે છે. સાયબર જાગૃતિ અંગે દિવ્ય ભાસ્કરની પહેલને પણ તેમણે બિરદાવી હતી.મુખ્ય જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલે સતત શીખવાની ભાવના, વિનય અને વાંચનની ટેવ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે નિયમિત અખબાર વાંચવાની ટેવ અત્યંત ઉપયોગી બને છે.સમાજમાં પર્યાવરણ જાગૃતિ માટે હાથ ધરાયેલા વિવિધ નવતર પ્રયોગોની પણ પ્રશંસા કરી હતી.જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી એસ.ડી.જોષીએ કહ્યું હતું કે સમાજને સારા નેવી ઓફિસર, પોલીસ અને સ્પોર્ટસ પર્સનની જરૂર છે.કાર્યક્રમમાં ગણપત યુનિવર્સિટીના પ્રતિનિધિ આનંદભાઈએ યુનિવર્સિટીના સામાજિક દાયિત્વ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશિપ યોજના, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેન્ટર ઓફ એક્સેલન્સ તથા ભવિષ્યલક્ષી શિક્ષણ વ્યવસ્થાની માહિતી આપી હતી.કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ સુનિતાબેન પટેલ, સહિત જુદી જુદી શાળાનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. સ્વાગત પ્રવચન માર્કેટિંગ હેડ ઉપેન્દ્ર રાવલે, સંસ્થા પરિચય યુનિટ હેડ હિતેશ મોઢે કરાવ્યો હતો, જ્યારે આભારવિધિ નરેશ ચૌહાણે કરી હતી.

સંબંધિત સમાચાર