રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા6 જૂન, 2026| Super Admin

વીજ સપ્તાહ ઉજવણી: ભાભરમાં યુજીવીસીએલની જનજાગૃતિ રેલી

વીજ સપ્તાહ ઉજવણી: ભાભરમાં યુજીવીસીએલની જનજાગૃતિ રેલી

યુજીવીસીએલ દ્વારા તા.૧/૬ /૨૬ થી તા.૭/૬/૨૬ સુધી  વીજ સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે. તેથી ભાભર  યુજીવીસીએલ તરફથી તા.0૬/0૬/૨૬ ના રોજ વીજ સલામતી રેલીનું સુંદર  આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભાભરના  ગ્રાહકોને વીજ સલામતી અંગેની જાગૃતતા કેળવવા માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવેલા હતા. ભાભર યુજીવીસીએલ કર્મચારીઓ દ્વારા હાથમાં બેનરો વિવિધ લખાણો વાળા હાથમાં લઈને શહેરના મેઇન વિસ્તારો રેલી ફરી હતી. જેવા કે આપના ઘરમાં તથા દુકાનોમાં વીજ અકસ્માત ટાળવા માટે ઇએલસીબી અથવા R.C.C.B સ્વીચનો ઉપયોગ હંમેશા કરવો જેથી આપના ઘરમાં કોઈ અકસ્માત થાય તો સ્વીચ તરત જ બંધ થાય છે તથા અકસ્માત થતો અટકી જાય છે. 

આપના ઘરમાં પાકો અર્થીંગ કરાવો તથા આપના બાળકોને સ્વિચ પ્લગ થી દૂર રાખવા નમ્ર અપીલ કરવામાં આવે છે. આપના ખેતરમાં પાકને પશુઓથી બચાવવા માટે ક્યારેય પણ વીજ પ્રવાહ ધાતુના તારમાં પસાર કરવો નહીં, વીજ લાઈન નીચે ક્યારેય પણ બાંધકામ કરવું નહીં, આપના ઘરમાં તૂટેલી સ્વીચો તથા પ્લગ બદલી દેવા, ભીના કપડાં સૂકવવા માટે ઈલેક્ટ્રીક થાંભલા સાથે ધાતુનો વાયર બાંધી વરગણી માટે ઉપયોગ કરવો નહીં, આપના પશુઓને લાઈટ ના થાંભલા સાથે બાંધવા નહીં, વીજ લાઈનમાં ફસાયેલ પતંગ ને કાઢવા માટે ક્યારેય પણ પ્રયત્ન કરવો નહીં, આપના ઘરમાં તથા દુકાનોમાં આઈએસઆઈ માર્કા વાળા વીજ ઉપકરણો નો ઉપયોગ કરવો, જેવી  સલામતિ  રાખવા માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા.જેથી નાની ભૂલથી પણ ક્યારેક પણ મોટો વીજ અક્સ્માત થતો અટકાવી શકાય તેવું રેલી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમગ્ર રેલીનું આયોજન ભાભર સબ ડિવિઝન નાયબ ઈજનેર આર. એ. ગોહિલ અને લાઈન સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતુ.

ટેગ્સ:#bhabhar#UGVCL

સંબંધિત સમાચાર