રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ15 મે, 2026| Super Admin

મોંઘવારીનો ડબલ ડોઝ: ભાવ વધ્યા ને પંપો પર 'પાટીયા' ઝૂલ્યા; પાટણ-હારીજમાં વાહનચાલકો બેહાલ

મોંઘવારીનો ડબલ ડોઝ: ભાવ વધ્યા ને પંપો પર 'પાટીયા' ઝૂલ્યા; પાટણ-હારીજમાં વાહનચાલકો બેહાલ

ગુજરાત સહિત દેશભરમાં 14 મેની મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. આ ભાવવધારાથી પેટ્રોલમાં પ્રતિ લિટર રૂ. 2.99 અને ડીઝલમાં પ્રતિ લિટર રૂ. 3.09 નો વધારો નોંધાયો છે.કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા આ વધારા બાદ રાજ્યભરમાં ઇંધણના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. પેટ્રોલમાં રૂ. 2.99ના વધારા સાથે નવો ભાવ રૂ. 97.50 થયો છે, જ્યારે ડીઝલમાં રૂ. 3.09ના વધારા સાથે તેનો ભાવ રૂ. 93.29 પર પહોંચી ગયો છે.સામાન્ય રીતે ઇંધણના ભાવમાં ફેરફાર મધરાત્રે 12 વાગ્યાથી અમલી બને છે.

જોકે, આ વખતે રાત્રે 3 વાગ્યે પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરાયા હતા. આ અચાનક લેવાયેલા નિર્ણયથી વહેલી સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહનચાલકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું.ભાવ વધારાની જાહેરાત બાદ પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ હતી. પાટણના કેટલાક પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ 'પંપ બંધ છે' તેવા બોર્ડ લગાવી દેવાયા હતા, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ઇંધણના ભાવમાં સીધો રૂ. 3 જેટલો વધારો થવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની અને તેની સીધી અસર જીવન જરૂરી ચીજવસ્તુ ઓના ભાવ પર પડવાની શક્યતા છે. વહેલી સવારે પેટ્રોલ પુરાવવા આવેલા ગ્રાહકોએ આ ભાવ વધારા અંગે પોતાની જુદી જુદી પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી.તો હારીજ મા પણ સાત પેટ્રોલ પંપો પૈકીના પાચ પંપો ઉપર પેટ્રોલ-ડીઝલનું વેચાણ બંધ હોવાના બોડૅ લાગેલ જોવા મળતા વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી હતી.

સંબંધિત સમાચાર