રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા શ્રાવણ માસની અનોખી ભક્તિ

ડીસાના માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા શ્રાવણ માસની અનોખી ભક્તિ
શ્રાવણ માસના યજ્ઞોની પૂર્ણાહુતિ બાદ સંસ્કાર કેન્દ્ર ખાતે ૧૧ કુંડી યજ્ઞનું આયોજન થયું શ્રાવણ માસમાં શિવની ભક્તિ કરવાનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવની અનોખી ભક્તિ કરતાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ૫૫ ઘરોમાં ગાયત્રી મહાયજ્ઞ કરી શિવ આરાધનાની અલખ જગાવી હતી. ત્યારે શ્રાવણ માસના યજ્ઞોની પૂર્ણાહુતિ બાદ માલગઢના ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે ૧૧ કુંડી યજ્ઞ યોજાયો હતો ગાયત્રી પરીવાર માલગઢ દ્રારા અષાઢ મહિનામાં એક સંકલ્પ કર્યો હતો કે શ્રાવણ મહિના માં સળંગ કોઈપણ એક  ઘરે યજ્ઞ કરવો તે મુજબ શ્રાવણ માસ દરમિયાન ગાયત્રી પરિવાર માલગઢ દ્વારા ૫૫ ઘરોમાં યજ્ઞ કરી શિવ પૂજા ની અનોખી ભક્તિની જ્યોત જગાવી હતી. એક મહિના દરમિયાન અલગ અલગ ઘરોમાં ૫૫ યજ્ઞ સંપન્ન થઈ શક્યા હતા. જે અનુસંધાને ભાદરવા સુદ એકમના દિવસે ગાયત્રી સંસ્કાર માલગઢ ખાતે ૧૧  કુંડી યજ્ઞ થયો હતો.  જેમના ગૃહે યજ્ઞ થયા તેમને સાદર આમંત્રિત કરીને સામૂહિક ૧૧  કુંડી યજ્ઞમાં પુર્ણાહુતિ પ્રસંગે હાજરી આપી. શ્રદ્ધાળુઓએ ધાર્મિક વિધિવિધાન અનુસાર યજ્ઞમાં આહૂતિઓ અર્પણ કરી ભોજનપ્રસાદ ગ્રહણ કર્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર