રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભરને બનાસકાંઠામાં રાખવા અને દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવાની માંગ

ભાભરને બનાસકાંઠામાં રાખવા અને દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવાની માંગ
શહેરમાં લાગેલા બેનરો રાતોરાત ઉતરી જતા એલાનને લઈ ઉત્તેજના છવાઈ; બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધનો વંટોળ વધી રહ્યો છે. જિલ્લાના ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકા બાદ હવે ભાભર તાલુકામાં પણ વિરોધ પ્રદર્શનની તૈયારીઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટ મુજબ, આવતીકાલે 30 જાન્યુઆરીએ ભાભરમાં સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોની માગણી છે કે દિયોદરને નવો ઓગડ જિલ્લો બનાવવામાં આવે તો ભાભર તાલુકાને પણ તેમાં સમાવવામાં આવે અથવા તો ભાભરને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. આ માગણીઓને લઈને આવતીકાલે મોટી સંખ્યામાં લોકો મહારેલીમાં જોડાશે તેવી શક્યતા છે. જિલ્લા વિભાજનના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ તાલુકાઓમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે સ્થાનિક લોકો અને રાજકીય નેતાઓ આ નિર્ણયથી નારાજ છે. આ વિરોધ પ્રદર્શનો શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. જો કે એલાનને લઈ સ્થાનિક લોકો અજાણ હોવાનો દાવો કરે છે. તેથી એલાનને લઈ જિલ્લાભરમાં ઉત્તેજના છવાઈ છે. આગેવાનોનું થરાદ- વાવ જિલ્લાને સમર્થન; આ બાબતે ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય અને ભાજપ અગ્રણી પ્રવિણભાઇ સોનીએ એક સુરે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના વિભાજનની છેલ્લા ઘણા સમયથી માંગ થતી હતી. તેને ધ્યાને લઇ સરકારે નવા થરાદ- વાવ જિલ્લાની જાહેરાત કરી છે તેને અમારું સમર્થન છે. રહી વાત કાલની રેલી અને બંધના એલાનની તો આ અંગે અમો કંઈ જાણતાં નથી.બેનરો કોણે લગાવ્યા ? તે પણ કોઈ જાણતું નથી.તેથી અમો આ રેલી કે બંધમાં જોડાવાના નથી અને આ મુદ્દે અમો વહીવટી તંત્ર અને સરકારમાં પણ રજુઆત કરીશું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર