રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા27 જૂન, 2026| Super Admin

પાલનપુરમાં 25થી 30 વર્ષ જૂનાં વૃક્ષોનું નિકંદન: પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ

પાલનપુરમાં 25થી 30 વર્ષ જૂનાં વૃક્ષોનું નિકંદન: પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ

કોઝીથી એરોમાં સર્કલ સુધીના વૃક્ષો વિકાસની ઝપેટે ચડી ગયા

પાલનપુર શહેરના પ્રવેશદ્વાર સમાં એરોમાં સર્કલ થી કોઝી સુધીનો માર્ગ આઠ લેન બનવા જઈ રહ્યો છે. ત્યારે વિકાસની ઝાકમઝોળ વચ્ચે 25 થી 30 વર્ષ જુના વૃક્ષો વિકાસની ઝપેટે ચડી જતા તેને કાપી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. પાલનપુરના એરોમા સર્કલ થી કોઝી સુધીના સર્વિસ રોડ પર આવેલા અંદાજે 25થી 30 વર્ષ જૂનાં વૃક્ષો કાપી નાખવામાં આવતાં પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈ વીજ લાઇન કે અન્ય પ્રકારનો અવરોધ ન હોવા છતાં વર્ષો જૂનાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વૃક્ષો કપાતા મુસાફરો તેમજ આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કુદરતી છાંયડાથી વંચિત બન્યા છે. ઉનાળાની ગરમીમાં આ વૃક્ષો રાહદારીઓ અને સ્થાનિકો માટે આશીર્વાદરૂપ હતા. સ્થાનિકોએ તંત્ર સામે સવાલ ઉઠાવતા જણાવ્યું કે, "વૃક્ષ ઉછેરવામાં 25 વર્ષ લાગ્યા, જ્યારે તેને કાપવામાં માત્ર 5 મિનિટ લાગી." આ ઘટનાને લઈને પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકો એ શક્ય હોય ત્યાં વૃક્ષારોપણ કરીને હરિયાળી જાળવવા માંગ કરી છે.

સંબંધિત સમાચાર