રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિદ્ધપુરમાં વકીલ પર જીવલેણ હુમલો: જૂના પૈસાની ઉઘરાણીમાં લોખંડના છરા વડે હુમલો

સિદ્ધપુરમાં વકીલ પર જીવલેણ હુમલો: જૂના પૈસાની ઉઘરાણીમાં લોખંડના છરા વડે હુમલો

સિદ્ધપુરમાં પૈસાના જૂના હિસાબ બાબતે એક વકીલ પર લોખંડના છરા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.રાત્રિના સમયે પોતાના ઘરે જઈ રહેલા વકીલને મંગલદીપ સોસાયટીના એક રહીશે રોકીને હુમલો કર્યો હતો. આ ઘટનામાં વકીલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે તેમને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. સિદ્ધપુરની હરસિદ્ધ નગર સોસાયટીમાં રહેતા વકીલ ૨ મે ના રોજ રાત્રિના સમયે શંકરપુરાથી પોતાના ઘરે એક્ટિવા પર જઈ રહ્યા હતા. શંકરપુરા અને હરસિદ્ધ નગરસોસાયટી વચ્ચે મંગલદીપ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ શ્રીમાળીએ તેમને રોક્યા હતા. સુરેશભાઈએ વકીલ સાથે મજીયારાના પૈસાના હિસાબ બાબતે ગાળાગાળી કરીને ઝઘડો શરૂ કર્યો હતો.ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા સુરેશભાઈએ વકીલને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના માથાના ભાગે લોખંડના છરા વડે હુમલો કર્યો હતો.વકીલે પોતાનો બચાવ કરવા માટે છરો પકડવાનો પ્રયાસ કરતા તેમને જમણા હાથના અંગૂઠા અને ડાબા હાથની બે આંગળીઓમાં પણ ઈજાઓ થઈ હતી.

વકીલે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેના કારણે આરોપી સુરેશભાઈ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જતા પહેલા તેમણે વકીલને "આજે તો બચી ગયો છે પણ હવે પછી જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી હતી.લોહીલુહાણ હાલતમાં વકીલને અન્ય એક વ્યક્તિ દ્વારા એક્ટિવા પર સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને માથાના ભાગે ૧૭ ટાંકા આવ્યા છે. આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Siddhpur Civil Hospital

સંબંધિત સમાચાર