રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવના વેણવાસમાં જોખમી વીજપોલને કારણે અકસ્માતનો ભય; અન્ય સ્થળે ખસેડવા ઉગ્ર લોકમાંગ

વાવના વેણવાસમાં જોખમી વીજપોલને કારણે અકસ્માતનો ભય; અન્ય સ્થળે ખસેડવા ઉગ્ર લોકમાંગ

વાવ શહેરના મુખ્ય વિસ્તાર એવા ચારડીયાવાસ શેરીના નાકા પાસે આવેલા વેણવાસ વિસ્તારના સધીમાતાના મંદિર પાસે એક જોખમી વીજ પોલની લાઇન રહેણાંક મકાનના ઉપરથી પસાર થઈ રહી છે. આ જોખમી વિજપોલનો પસાર થતો 11.કે.વી ના વીજ વાયરનો લોકોને ભય સતાવી રહ્યો છે.જે સંદર્ભે વેણ વાસના જાગૃત યુવકે જવાબદાર યુ.જી.વી.સી.એલની કચેરીમાં લેખિત મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની વાતને ધ્યાને લેવાતી નથી. જો કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી વીજ તંત્રની રહેશે તેવું રહીશો સોસીયલ મીડિયામાં જણાવી રહ્યા છે. જોકે વીજતંત્રની ઘોર બેદરકારીને લીધે વાવ શહેર જે 15 હજાર ની જનસંખ્યા ધરાવતું શહેર હોવા છતાં 43 ડીગ્રીમાં પણ વિના કારણોસર વીજળીનો પુરવઠો ખોરંભે ચડે છે. વિના કારણે દિવસ કાળઝાળ ગરમીમાં બે થી ત્રણ વખત વીજ પુરવઠો બંધ થઈ જાય છે. લોકોની રાડ ફરિયાદ કોઈ સાંભળતું નથી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#vav#UGVCL

સંબંધિત સમાચાર