ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની ૯ ગાડીની આવક જૉવા મળી છે. જેમાં મણના સરેરાશ ભાવ રૂપિયા ૧૪૦૦ સુધીનાં જોવા મળ્યા હતા. આજે યોજાયેલ હરાજીમાં ઊંચો ભાવ રૂપિયા ૧૪૬૫ અને નીચો ભાવ રૂપિયા ૧૩૦૦ સુધીનાં જોવા મળ્યા હતા. ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજી યોજાઈ હતી. જેમાં નીચો ભાવ રૂપિયા ૧૩૦૦ તેમજ ઊંચો ભાવ રૂપિયા ૧૪૬૫ પડયો હતો. ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની નવી આવકોની શરૂઆત થઈ છે. જેમાં ખેડૂતો પોતાનો માલ લઈ વેચાણઅર્થે આવ્યા હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસનો પોષણશ્રમ ભાવ મળતાં ખેડૂતો પોતાનો કપાસનો માલ લઈ અહી વેચાણ અર્થ આવે છે. એવરેજ કપાસના ભાવ રૂપિયા ૧૪૦૦ સુધીના જૉવા મળ્યાં હતા. ઉનાવા એપીએમસીના સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલ જણાવ્યું હતું કે, કપાસની આવકો મહેસાણા જીલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આવી રહી છે. કપાસની સીઝન એપ્રિલ મહિના સુધી જોવા મળશે. જોકે ભાવો ટકેલા રહેશે.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ઉનાવા માર્કેટયાર્ડમાં દૈનિક ૯ ગાડી કપાસની આવક : મણના એવરેજ ભાવ રૂપિયા ૧૪૦૦ સુધીનાં જોવા મળ્યા

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
14 મિનિટ પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
23 કલાક પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
