રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં સાયબર ફ્રોડના કાળા નાણાંનું નેટવર્ક ઝડપાયું

મહેસાણામાં સાયબર ફ્રોડના કાળા નાણાંનું નેટવર્ક ઝડપાયું

સમગ્ર દેશમાં સાયબર છેતરપિંડીનો શિકાર બનેલા નાગરિકોના રૂપિયા સગેવગે કરવાનું એક મોટું કૌભાંડ મહેસાણામાં પ્રકાશમાં આવ્યું છે. મહેસાણા સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક બોગસ પેઢીના નામે ચાલતા 'મ્યુલ એકાઉન્ટ' (ભાડે લીધેલા કે બોગસ બેંક ખાતા) મારફતે થતી ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. દેશભરમાંથી નિર્દોષ લોકો પાસેથી પડાવવામાં આવેલા નાણાં આ બેંક ખાતામાં જમા કરાવીને મોટું નેટવર્ક ચલાવવામાં આવતું હતું, જેની સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને ગુનો નોંધ્યો છે.

કેન્દ્ર સરકારના '14C સમન્વય' પોર્ટલ મારફતે મળેલી બાતમીના આધારે ટેકનિકલ સ્ટાફે તપાસ કરતા એક શંકાસ્પદ SBI બેંક ખાતાની માહિતી મળી હતી. ઊંડાણપૂર્વક તપાસ કરતા ખુલ્યું હતું કે, પાટણ જિલ્લાના દુનાવાડાના વિષ્ણુભાઈ ચૌધરી અને બનાસકાંઠાના કુંભારડીના હિતેશકુમાર ચૌધરીએ ભેગા મળીને મહેસાણાના હબટાઉનમાં 'જુવોનેક્સીસ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ' નામની ડમી કંપની ઊભી કરી હતી. આ કંપનીના નામે SBIમાં કરંટ એકાઉન્ટ ખોલાવી તેનો ઉપયોગ છેતરપિંડીના નાણાં મેળવવા થતો હતો. આરોપીઓ જાણતા હોવા છતાં કે આ નાણાં સાયબર ફ્રોડના છે, તેઓ પોતાના આર્થિક ફાયદા માટે આ રૂપિયા ઉપાડી લેતા અથવા અન્ય સાગરિતોને ટ્રાન્સફર કરી દેતા હતા. હાલમાં પોલીસે બંને પ્રોપરાઇટરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની ટેકનિકલ ટીમે જ્યારે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર આ બેંક ખાતાનું વિશ્લેષણ કર્યું, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ગુજરાત સહિત આખા દેશમાંથી આ એક જ ખાતા વિરુદ્ધ આશરે ૨૨૫ જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે. આમાંથી ૪૪ કિસ્સાઓ તો એવા છે જેમાં પીડિતોના ખાતામાંથી સીધા જ (લેયર-૧ હેઠળ) રૂપિયા આ મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. પ્રાથમિક તપાસ મુજબ, માત્ર આ ૪૪ ફરિયાદોમાંથી જ કુલ રૂ. ૫,૩૦,૬૬૮ જેટલી માતબર રકમ આ ખાતામાં જમા થઈ હોવાનું સાબિત થયું છે. પોલીસે આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય માસ્ટરમાઇન્ડ અને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર