રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય2 ઑગસ્ટ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹33.50નો ઘટાડો

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹33.50નો ઘટાડો
કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટવાથી રેસ્ટોરન્ટ અને કેટરિંગ સેવાઓનો ખર્ચ ઓછો થશે, જેના પરિણામે ગ્રાહકોને પણ ખાદ્ય પદાર્થો કે સેવાઓના ભાવમાં ઘટાડો થશે હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓ માટે એક રાહતના સમાચાર છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ₹33.50નો ઘટાડો કરવામાં આવ્યો છે, જે રાત્રિના 12 વાગ્યાથી લાગુ થઈ ગયો છે. આ ઘટાડા બાદ હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹1,665.00 થી ઘટીને ₹1,631.50 થઈ ગયો છે. આ ભાવ ઘટાડાથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ઉદ્યોગપતિઓને મોટી રાહત મળશે, કારણ કે તેઓ મોટા પાયે આ સિલિન્ડરનો ઉપયોગ કરે છે. જોકે, સામાન્ય ગ્રાહકો માટે એક નિરાશાજનક સમાચાર છે. 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. OMCs દ્વારા હાલમાં સામાન્ય ગ્રાહકોને કોઈ રાહત આપવામાં આવી નથી. નિષ્ણાતોનું માનવું છે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટવાથી રેસ્ટોરન્ટ અને કેટરિંગ સેવાઓનો ખર્ચ ઓછો થશે, જેના પરિણામે ગ્રાહકોને પણ ખાદ્ય પદાર્થો કે સેવાઓના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. આ પરોક્ષ રીતે ગ્રાહકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.      

સંબંધિત સમાચાર