રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

PM મોદી અને બાલેન શાહ દ્વિપક્ષીય બેઠક માટે મળ્યા; જનકપુરધામ-અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી બતાવી

PM મોદી અને બાલેન શાહ દ્વિપક્ષીય બેઠક માટે મળ્યા; જનકપુરધામ-અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી બતાવી

નેપાળના પ્રધાનમંત્રી બાલેંદ્ર શાહ (બાલેન શાહ) રવિવારે બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન તેઓ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આજે બંને દેશોના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે, જેમાં વેપાર, ઉર્જા, કનેક્ટિવિટી અને રોકાણ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહે જનકપુરધામ અને અયોધ્યા વચ્ચે દોડતી ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

માર્ચમાં નેપાળના વડા પ્રધાન બન્યા પછી ૩૬ વર્ષીય બાલેન શાહ ભારતની તેમની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય વિદેશ મુલાકાતે છે. તેમણે અગાઉ સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લીધી હતી. બાલેન શાહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવ્યા હતા. તેઓ નેપાળ એરલાઇન્સની નિયમિત વાણિજ્યિક ફ્લાઇટમાં પહોંચ્યા હતા. નેપાળના પ્રધાનમંત્રી 34 સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં તેમના મુખ્ય સલાહકાર કુમાર બાયંજંકર, નાણામંત્રી સ્વર્ણિમ વાગલે અને વિદેશમંત્રી શિશિર ખાનલનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીના ભારત પ્રવાસ દરમિયાન એક અલગ વ્યાપારી પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે છે.

ભારતની મુલાકાત દરમિયાન, બાલેન શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકર નેપાળના પ્રધાનમંત્રી સાથે પણ સૌજન્ય મુલાકાત કરશે. બંને દેશો વચ્ચેની વાટાઘાટોમાં દ્વિપક્ષીય સંબંધોના તમામ મુખ્ય પાસાઓને આવરી લેવામાં આવશે. બંને દેશો વચ્ચે વેપાર, પરિવહન, ઊર્જા, રોકાણ અને વધેલા જોડાણ પર ખાસ ભાર મૂકવામાં આવે તેવી અપેક્ષા છે. માળખાગત વિકાસ સંબંધિત મુદ્દાઓ પણ ચર્ચાનો ભાગ હશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર