રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત16 ડિસેમ્બર, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગુજરાતમાં 2-3 ડિગ્રી તાપમાન વધ્યા બાદ પણ ઠંડીનો અનુભવ યથાવત


(જી.એન.એસ),તા.૧૫

અમદાવાદ

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવા છતાં વાદળછાયું વાતાવરણને કારણે ઠંડકનો અહેસાસ વધુ થઈ રહ્યો છે. નલિયામાં અગાઉના 11.4 ડિગ્રીની સરખામણીએ 1.4 ડિગ્રીનો વધારો થઈને 12.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યારે વડોદરામાં 13 ડિગ્રી અને રાજકોટમાં 13.4 ડિગ્રી સાથે ઠંડીની અસર જોવા મળી છે. અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.

રાજ્યમાં હાલ મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે પરંતુ, વાદળછાયા વાતાવરણને કારણે ઠંડકનું અનુભવ થઈ શકે છે. તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં અગાઉ 11.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જેમાં 1.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈને નલિયામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયા બાદ સૌથી ઠંડુ શહેર વડોદરા નોંધાયું છે. વડોદરામાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદની વાત કરીએ તો 16.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં 16.2 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 14.3 ડિગ્રી સેલ્સિયસ, દમણમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 14.8 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 18.6 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 16 ડીગ્રી સેલ્સિયસ, નલિયામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 21 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 17.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ તો વેરાવળમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.



Source link

સંબંધિત સમાચાર