રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત20 જાન્યુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય સ્વાગત તા. 22મી જાન્યુઆરી, ગુરૂવારે યોજાશે


(જી.એન.એસ) તા. ૨૦

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જાન્યુઆરી-2026નો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા.22મી જાન્યુઆરીએ યોજવામાં આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

તદઅનુસાર જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો નાગરિકો ગુરૂવાર, તા. 22મી જાન્યુઆરીના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.

મુખ્યમંત્રીશ્રી ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.



Source link

સંબંધિત સમાચાર