રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા20 મે, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કેમિસ્ટોની હડતાળ: સાબરકાંઠામાં ૮૪૦ દવાની દુકાનો બંધ રાખી કલેક્ટરને અપાયું આવેદન

કેમિસ્ટોની હડતાળ: સાબરકાંઠામાં ૮૪૦ દવાની દુકાનો બંધ રાખી કલેક્ટરને અપાયું આવેદન

કેન્દ્ર સરકારની ઓનલાઈન દવા વેચાણની નીતિ (E-Pharmacy) સામે દેશવ્યાપી વિરોધના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના કેમિસ્ટોએ આરપારની લડાઈના મંડાણ કર્યા છે. સાબરકાંઠા કેમિસ્ટ એસોસિએશનના આહવાનને પગલે આજે સમગ્ર જિલ્લામાં વ્યાપક અસર જોવા મળી હતી અને હિંમતનગર, ઇડર, પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં અંદાજે ૮૪૦ જેટલા મેડિકલ સ્ટોર્સના શટર સજ્જડ બંધ રહ્યા હતા. ઓનલાઈન દવા વેચાણથી સ્થાનિક નાના વેપારીઓની રોજીરોટી પર સંકટ અને નકલી દવાઓના જોખમ અંગે વેપારીઓએ એકત્રિત થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, એકસાથે તમામ દવાની દુકાનો બંધ રહેતા દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર