રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચાણસ્મા: જમીન સંપાદનની રકમ ન ચૂકવતા નર્મદા કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઓફિસ સીલ કરાઈ

ચાણસ્મા: જમીન સંપાદનની રકમ ન ચૂકવતા નર્મદા કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઓફિસ સીલ કરાઈ

પાટણ ચાણસ્માની નર્મદા કચેરીના એજ્યુકેટીવ એન્જિનિયર ની ઓફિસને સીલ મારી દેવામાં આવતા સનસનાટી મચી જવા પામી હતી. મોઢેરા થી ઘારીયાલ રોડ પર 2001ની સાલમાં જમીન સંપાદન કરવામાં આવ્યું હતું જેનું ખેડૂત અરજદારને તેનું વળતર ન ચૂકવતા ખેડૂત દ્વારા કડી કોટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે મામલે કડી કોર્ટના જજ દ્વારા ચાણસ્મા નર્મદા વિભાગની કચેરીને જપ્તી કરવાનો હુકમ કર્યો હતો જેના ભાગરૂપે ચાણસ્મા કોર્ટના 2 બેલીફ અને પંચોની હાજરીમાં મંગળવારે આ ઓફિસને સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ચાણસ્મા નર્મદા કચેરીના એજ્યુકેટીવ એન્જિનિયરની ઓફિસને સીલ મારવામાં આવી હોવાના મામલે મળતી માહિતી મુજબ મોઢેરાના સોલંકી સેધાજી ખેડૂતની જમીનનું 2001 ની સાલમાં સંપાદન કરવામાં આવ્યું હતું. પરંતુ નર્મદા વિભાગ દ્વારા ખેડૂત અરજદારને વળતર ચૂકવવામાં આવ્યું ન હતું જે કારણે ખેડૂત અરજદાર કોર્ટના શરણે જવા મજબૂર બન્યો હતો.અરજદારને વ્યાજ સાથે રૂ. 4.20 લાખ ચૂકવવાના બાકી હતા ત્યારે કડી કોર્ટ દ્વારા ચાણસ્માની નર્મદા વિભાગની કચેરીને જપ્તી કરવાનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે મંગળવારે અરજદાર, 2 બેલીફ, એડવોકેટ અને પંચોની હાજરીમાં નર્મદા કચેરીના એજ્યુકેટીવ એન્જિનિયર ની ઓફિસને સીલ મારવામાં આવી હતી. કચેરીનો તમામ સામાન એન્જિનિયરની ઓફિસમાં મૂક્યા બાદ કાયદેસર રીતે ઓફિસને સીલ કરવામાં આવી હોવા મામલે સનસનાટી મચી જવા પામી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર