રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત4 મે, 2025| Super Admin

ગેરકાયદેસર કબજો ખંડણી કેસમાં ધરપકડ કરાયેલા ચંડોળાનાં લલ્લા બિહારીના છ દિવસના રિમાન્ડ મંજુર

ગેરકાયદેસર કબજો ખંડણી કેસમાં ધરપકડ કરાયેલા ચંડોળાનાં લલ્લા બિહારીના છ દિવસના રિમાન્ડ મંજુર
ગેરકાયદેસર કબજો અને ખંડણીના કેસમાં ધરપકડ કરાયેલા લલ્લા પઠાણ ઉર્ફે લલ્લા બિહારીને શનિવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને છ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. લલ્લા પર ચંડોળા તળાવમાં માટી ભરીને ગેરકાયદેસર ઝૂંપડા બનાવવાનો આરોપ છે. આ ઝૂંપડીઓમાં બાંગ્લાદેશીઓ સહિત ઘણા લોકોને આશ્રય આપવામાં આવ્યો હતો. બદલામાં તેની પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવતા હતા. લલ્લા પઠાણ ઉર્ફે લલ્લા બિહારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ક્રાઈમ બ્રાન્ચે કોર્ટ પાસેથી લલ્લાના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે તેને 6 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલ કોર્ટને જણાવ્યું હતું કે, ‘ચંડોળા તળાવમાં માટી ભરીને લલ્લાએ ગેરકાયદેસર બાંધકામ કેવી રીતે શરૂ કર્યું, ઘરો અને ઝૂંપડા બનાવીને તેણે અત્યાર સુધીમાં કેટલા પૈસા કમાયા છે, તેણે આટલું મોટું સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું અને લાખોની દૈનિક આવકનું તેણે શું કર્યું તે જાણવા માટે ક્રાઇમ બ્રાન્ચને લલ્લાને તેના કેસમાં રિમાન્ડ પર લેવાની જરૂર છે. લલ્લા અને તેમના પુત્રની સંયુક્ત પૂછપરછ કરવામાં આવશે; તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, ‘લલ્લાએ મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ સાથે ભાડા કરાર કર્યા હતા અને તેમને ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનો અને ઝૂંપડીઓમાં ગેરકાયદેસર આશ્રય આપ્યો હતો.’ આમાં લલ્લાને કોણે મદદ કરી અને અમદાવાદમાં રહેવા માટે બાંગ્લાદેશીઓ તેનો સંપર્ક કેવી રીતે કરતા હતા. લલ્લા કેવી રીતે અને કોની મદદથી બાંગ્લાદેશીઓ માટે તેમની ભારતીય ઓળખ સાબિત કરવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો મેળવતા હતા. જ્યાં ગેરકાયદેસર બાંધકામ થયું હતું ત્યાં લલ્લાને વીજળી અને પાણીનું જોડાણ કેવી રીતે મળ્યું, આમાં કોણે લલ્લાને મદદ કરી અને લલ્લાથી કોને શું ફાયદો થયો? સરકારી વકીલે કહ્યું કે લલ્લા અને તેમના પુત્રની સંયુક્ત પૂછપરછ પણ કરવાની રહેશે. લલ્લા પણ પૈસાનો ખર્ચ કરતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લલ્લાને રિમાન્ડ પર લેશે અને તપાસ કરશે કે અત્યાર સુધી કોને અને કેટલા પૈસા આપવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર