રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અમીરગઢ

અમીરગઢ તાલુકાના સુરેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરેલા પીએચસી ખાતે 27 સગર્ભાઓની તપાસ

અમીરગઢ તાલુકાના સુરેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરેલા પીએચસી ખાતે 27 સગર્ભાઓની તપાસ

અમીરગઢ તાલુકાના સુરેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનઅંતર્ગત એક વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં કુલ 27 સગર્ભા મહિલાઓની મફત અને સંપૂર્ણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.આ તપાસમાં બ્લડ પ્રેશર, વજન, ઊંચાઈ, પેટની તપાસ અને વિવિધ લેબોરેટરી પરીક્ષણોનો સમાવેશ થતો હતો. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જોખમી ગર્ભાવસ્થાને ઓળખીને જરૂરી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવાનો હતો. તપાસ બાદ તમામ મહિલાઓને આયર્ન અને કેલ્શિયમની ગોળીઓનું વિતરણ પણ કરાયું હતું.પૂરક આહાર તરીકે, સુરેલા પીએચસીનાએએએમ કંસારા ખાતે ફરજ બજાવતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમપીએચડબલ્યુ અભુ ચૌધરી દ્વારા દરેક સગર્ભા માતાને અડધો ડઝન કેળા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અજાપુર મોટા ખાતે ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર  ઓમ પ્રકાશ ગેહલોત દ્વારા માતાઓને બિસ્કિટનું વિતરણ કરાયું હતું.આ કાર્યક્રમનું આયોજન અમીરગઢના તાલુકા આરોગ્ય અધિકારીના આદેશ અને મેડિકલ ઓફિસર ડૉ. સુરેશ પરમારના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.સુરેલાના જીતુભાઈ પરમાર, સ્ટાફ બ્રધર આકાશભાઈ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરેલાના તમામ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર