રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાની જીત

કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાની જીત
કડી-વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપમાંથી કિરીટ પટેલ, આપમાંથી ગોપાલ ઈટાલિયા અને કોંગ્રેસમાંથી નિતીન રાણપરિયા ઉમેદવાર હતા, તો આજે પરિણામ જાહેર થઈ ગયા છે અને આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થઈ છે. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત થઈ છે, બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે. આયાતી ઉમેદવાર હોવા છતાં ભાજપે ત્યાંની જનતાના દિલ જીત્યા છે. અને હવે ગોપાલ ઇટાલિયા જીત મેળવી અને ધારાસભ્ય બની વિધાનસભામાં જઈ રહ્યા છે. અને અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં હાલ ગોપાલ ઇટાલિયાની જીતનું ભવ્ય જશ્ન ચાલી રહ્યું છે. કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની પ્રચંડ જીત; ફરી એક વખત ભાજપનો કડીના ગઢમાં વિજય થયો છે. કડીમાં ભાજપને 98,836 મત મળ્યા છે. કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3077 મત મળ્યા છે. ભાજપ ના ઉમેદવાર 38,904 રેકોર્ડ બ્રેક લીડથી વિજય થયો છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ તો પહેલા જ પોતાની હાર સ્વીકારી લીધી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર