રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન

રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન

(G.N.S) Dt. 30

ગાંધીનગર,

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર “આત્મનિર્ભર ભારત, આપણું ગૌરવ – વોકલ ફોર લોકલ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિધ્ધ કરવાના ગુજરાતના પુરૂષાર્થરૂપે ગુજરાતે સાધેલી ઔધોગિક પ્રગતિ અને કલા-સંસ્કૃતિની સમૃધ્ધિને નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો સાથે પ્રસ્તુત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ કેલેન્ડરમાં ઓટોમોબાઈલ ઉધોગ, રાસાયણિક ઉદ્યોગો, ફાર્મા સેક્ટર , સિરામિક ઉદ્યોગ, સેમિકન્ડક્ટર, ડાયમંડ જેવા ઉદ્યોગો અને પાટણના પટોળા, કચ્છની હસ્તકલા, પિઠોરા ચિત્રકળા, બાંધણી, રોગાન ચિત્રકળા, અકીક કારીગરી જેવી ગુજરાતની વિશેષ કલાને પણ રજૂ કરાઇ છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીત, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી વિક્રાંત પાંડે, કમિશનર, કુટિર અને ગ્રામોદ્યૉગ અને અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ, માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણી, સરકારી મુદ્રણ અને છાપકામ કચેરીના ઈન્ચાર્જ નિયામક શ્રી પ્રેમસિંઘ કંવર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Source link
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર