રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત2 ઑગસ્ટ, 2025| Super Admin

બેટ દ્વારકા કોરિડોરમાં દર્શન, પર્યટન અને સંસ્‍કૃતિના સંગમનુ અદભુત સંયોજન થશે

બેટ દ્વારકા કોરિડોરમાં દર્શન, પર્યટન અને સંસ્‍કૃતિના સંગમનુ અદભુત સંયોજન થશે

વડાપ્રધાનનું સ્‍વપ્ન સાકાર કરવા મુખ્‍યમંત્રી સહિત રાજ્‍યનું તંત્ર અને દ્વારકા જિલ્લાનું કલેકટર તંત્ર સહિત તંત્રવાહકો કટિબદ્ધ : નવા રસ્‍તાઓનું નિર્માણ હનુમાન દાંડી,ચોરાસી ધૂણી અને શાખ નારાયણ મંદિર તરફ બનાવવાને પ્રાથમિકતા આપવામાં આવશેઃ બેટ - ધાર્મિક વિરાસત અને તટલક્ષ પર્યટન વિકાસ માટે વિશાળ યોજના

દેવભૂમિ દ્વારકામાં આવેલા પવિત્ર બેટ દ્વારકા દ્વીપ ભારતના પ્રાચીન શ્રદ્ધાસ્‍થળોમાંનું એક છે. એ કહેવાય છે કે અહીં શ્રી કળષ્‍ણ ભગવાન પોતાના ભક્‍ત સુદામાને મળ્‍યા હતા. બેટ દ્વારકા એ દ્વારકાધીશની નૌકાવિહારિની ભૂમિ રહી છે અને વાર્તાઓ પ્રમાણે અહીં શ્રી કળષ્‍ણજીનો નિવાસ રહ્યો હતો. આજે પણ આ દ્વીપ શક્‍તિ, ભક્‍તિ અને આધ્‍યાત્‍મિક શાંતિનું પ્રતિક છે.

બેટ દ્વારકાના સર્વાંગી વિકાસ માટે રાજ્‍ય સરકાર દ્વારા ભવ્‍ય આયોજન તૈયાર કરવામાં આવ્‍યું છે. સમગ્ર યોજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિઝન હેઠળ તૈયાર થઈ રહી છે - જેમાં દર્શન, સંસ્‍કળતિ અને પર્યટનનો એકસાથે મેળ આવે છે.

મુખ્‍ય હાઈલાઈટ્‍સ

- દ્વારકાધીશ મંદિર કોરિડોર - વિશ્વનો શ્રેષ્ઠ ધાર્મિક કોરિડોર

-કોરિડોર લાર્જર દેન લાઈફ સ્‍કેલ પર વિકસાવવામાં આવશે.

-સમગ્ર માર્ગમાં ભગવદ ગીતા ના શ્‍લોકો, કળષ્‍ણજીના પ્રસંગો અને દર્શનાત્‍મક દિવાલો હશે.

-ખાસ મોમેન્‍ટ તરીકે કળષ્‍ણ-સુદામા મિલન થીમ પર આધારિત કલાત્‍મક ક્ષેત્ર વિકસાવાશે.

 -ભૂમિ વિસ્‍તરણ, ખુલ્લી જગ્‍યા અને આધ્‍યાત્‍મિક થીમ પાર્ક તૈયાર થશે.

-ભક્‍તો માટે રાત્રિ રોકાણ અને શાંતિપૂર્વક તપસાધન માટે અનુકૂળ માહોલ તૈયાર થશે.

-નૉર્થ આઇલેન્‍ડ બીચ વિકાસ અને હિલોક પાર્ક

બીચ પર સુવિધાઓઃ અરાઈવલ પ્‍લાઝા, કેમ્‍પિંગ એરિયા, વોકવે, એમ્‍પીથિયેટર, બાળકો માટે રમણગળહ.

  હિલોક પાર્કમાં વોચ ટાવર, વ્‍યૂઈંગ ડેક અને ટેકરી પરથી દરિયાનો નજારો.

આ સમગ્ર બીચ વિસ્‍તાર ધર્મ અને પર્યટનનો મેળ ઉભો કરશે અને ટુરિસ્‍ટ હબ બનશે.

CRZ અને NDZ વિસ્‍તાર મુજબનો નિયંત્રિત વિકાસઃ

CRZ-IAÑ અતિ સંવેદનશીલ પ્રદેશ જેમ કે મેંગ્રોવ, ઘાસના દરિયાકાંઠા, જ્‍યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન કરી શકાય.

CRZ-IBÑ Intertidal Zones (જ્‍યાં દરિયાની લહેરોનો પ્રવાહ રહે છે), મર્યાદિત કામગીરીને મંજૂરી.

CRZ-IIIÑ ગામહદ બહારના વિસ્‍તાર, જ્‍યાં દરિયા થી ૦ થી ૨૦૦ મીટર NDZ – No Development Zone છે.

NDZ – No Development Zone વિગતવાર માહિતીઃ

NDZ એટલે દરિયાની હાઈ ટાઈડ લાઇનથી ૨૦૦ મીટર સુધીનો વિસ્‍તાર, જ્‍યાં કોઈપણ સ્‍થાયી બાંધકામ મંજૂર નથી.

આ વિસ્‍તાર પર્યાવરણીય દૃષ્ટિએ સુરક્ષિત રાખવામાં આવે છે જેથી દરિયાની કુદરતી રચનામાં અડચણ ન પડે.

માત્ર અસ્‍થાયી ઢાંચા જેમ કે લાઇટ ટ્રેઝ શેડ્‍સ, બાયો-ટોઇલેટ્‍સ, ટિકિટ બૂથ અથવા પર્યટક માહિતી કેન્‍દ્ર જેવી low-impact construction ની મર્યાદિત મંજૂરી હોય છે.

NDZ નો મુખ્‍ય હેતુ પર્યાવરણનું રક્ષણ અને દરિયાકાંઠાના ઇકોસિસ્‍ટમને જીવંત રાખવો છે.

શાંખ નારાયણ મંદિર અને શાંખોધર તળાવ વિસ્‍તાર વિકાસઃ

શાંખોધર તળાવના ઘાટ વિસ્‍તારોને પગથિયાં, બેસવાની વ્‍યવસ્‍થા અને લાઇટિંગથી શણગારાશે.

મંદિર પ્રવેશદ્વાર, તળાવ માર્ગ અને ગુરુદ્વારાની આસપાસ સ્‍વચ્‍છતા અને સુરક્ષા વધારાશે.

સમગ્ર વિસ્‍તાર એક આધ્‍યાત્‍મિક તળાવપ્રાંગણ તરીકે વિકસશે.

જમીન સંપાદન અને માર્ગ વિકાસઃ

દ્વારકાધીશ મંદિર વિસ્‍તારના વિસ્‍તરણ માટે સરકાર દ્વારા જમીન સંપાદન માટે તજવીજ હાથ ધરાઈ છે.

નવા રસ્‍તાઓનું નિર્માણ હનુમાન દંડી, ચૌરાસી ધૂણી અને શાંખ નારાયણ મંદિર તરફ બનશે.

આ માર્ગો દ્વારા ભક્‍તોને સરળ, સુરક્ષિત અને આધુનિક દર્શન યાત્રા મળશે.

ધાર્મિક પ્રવાસન માટે નવી દિશાઃ

 વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણ અનુસાર, દેવભૂમિ દ્વારકા ખાતે યાત્રાળુઓ માટે ઓછામાં ઓછા ૩ દિવસ રોકાવાનું પ્‍લાનિંગ છે. અને ખાસ કરીને એક રાત્રિ તેઓ બેટ દ્વારકા દ્વીપ પર વિતાવશે,

   

સંબંધિત સમાચાર