રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 ડિસેમ્બર, 2024| Super Admin

પાલનપુર પંથકમા કાળો જાદુ કરીને લોકોને ઠગતી ટોળકી સક્રિય બે ઇસમોએ મહિલાના દાગીના સેરવી લીધા

પાલનપુર પંથકમા કાળો જાદુ કરીને લોકોને ઠગતી ટોળકી સક્રિય બે ઇસમોએ મહિલાના દાગીના સેરવી લીધા
પાલનપુરના એગોલા રોડ પર વધુ એક ગઠિયો કળા કરી ગયો એક્ટિવા સવાર બે ઇસમોએ કાળો જાદુ કરી મહિલાના દાગીના સેરવી લીધા; પાલનપુરના એગોલા રોડ પર પસાર થઇ રહેલી એક મહિલાને અજાણ્યા બે એક્ટિવા સવાર ઇસમોએ રસ્તામાં રોકી તેમને વાતોમાં ઉલજાવી દેતા મહિલાએ પહેરેલા સોનાના દાગીના હાથો હાથ ગઠિયાઓને આપી દીધા હતા. જેના થોડા સમય બાદમાં મહિલા પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થતા આ મામલે પોલીસને જાણ કરવામા આવી હતી. પાલનપુર પંથકમા કાળો જાદુ કરીને લોકોને ઠગતી ટોળકી સક્રિય બની છે. તાજેતરમાં પાલનપુરના રતનપુર નજીક અજાણ્યા ઈસમોએ પરખડી ગામના એક ગૃહસ્થ અને પાલનપુરના અમદાવાદ હાઇવે પર એક વૃદ્ધાને રસ્તો પૂછવાના બહાને તેમના દાગીના સેરવી લીધા હતા. આજ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે જેમાં પાલનપુરના એગોલા રોડ પર આવેલ આકાશ બંગ્લોજમાં રહેતા શારદાબેન દોલતભાઈ માળી સવારે મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા.તે દરમ્યાન રસ્તામાં અજાણ્યા બે ઈસમોએ તેમને રોકી વાતોમાં ઉલઝાવતા મહિલા તેમની વાતોમાં આવી જઈને તેમને પહેરેલા સોના દાગીના અજાણ્યા ગઠિયાઓને આપી દેતા તેઓ રફુચક્કર થઈ ગયા હતા. બાદમાં મહિલા અજાણ્યા ઇસમોના હાથે છેતરાઈ હોવાનો અહેસાસ થતા બનાવ અંગે પશ્ચિમ પોલીસમાં અરજી આપવામાં આવી હતી. જોકે આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ સામે આવતા પોલીસે કાળો જાદુ કરી લોકોના દાગીના પડાવતી ગેંગને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર