રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 ડિસેમ્બર, 2024| Super Admin

ઠંડીનો ચમકારા વચ્ચે : ધાનેરા તાલુકાની ત્રણ જેટલી આંતર રાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસ બાકી

ઠંડીનો ચમકારા વચ્ચે : ધાનેરા તાલુકાની ત્રણ જેટલી આંતર રાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસ બાકી

ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો સરહદી ગણાય છે. અને રાજસ્થાનથી પ્રવેશ માટેનું મુખ્ય દ્વાર ગણાય છે. થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દારૂ કે નશીલા પદાર્થો સાથે વાહનો પ્રવેશ ન કરે તે માટે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નેશનલ હાઈવે પરની મુખ્ય ચેકપોસ્ટ ઉપરાંત ધાનેરાની ત્રણ ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. કડકડતી ઠંડીમાં પણ પોલીસ જવાનો ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ કરી રહ્યા છે અને તમામ ગાડીઓ ચેક કર્યા બાદ જ રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બનાસકાંઠામાં ઠંડીનો ચમકારો વધતા બજારો વહેલા બંધ થઈ જાય છે. સાંજ પડતાની સાથે જ લોકો પોતાના ઘરમાં પુરાઈ જાય છે. તો બીજી તરફ બનાસકાંઠા પોલીસ રાત્રીના 12:00 વાગે પણ આંતર રાજ્ય ચેકપોસ્ટ પર કકડતી ઠંડીમાં પણ તાપણાના સહારે પોતાની ફરજ નિભાવી રહી છે. એક તરફ સમગ્ર રાજ્યમાં કકડતી અને હાડ થીજાવતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ 31 ડિસેમ્બર નજીક આવતા કકડતી ઠંડી વચ્ચે પણ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે. કકડતી ઠંડી વચ્ચે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠાની નેનાવા આંતર રાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતમાંથી રાજસ્થાન જતી શંકાસ્પદ ગાડીઓને પણ તપાસ બાદ જ રાજસ્થાન તરફ જવા દેવામાં આવે છે. ધાનેરા તાલુકાની ત્રણ જેટલી આંતર રાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસ દ્વારા દિવસ રાત ચેકપોસ્ટ પર ખડેપગે રહીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ ગાડીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ રહી છે. નેશનલ હાઈવે પરની મુખ્ય ચેકપોસ્ટ તેમજ તમામ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર