બનાસકાંઠા જિલ્લામાંથી દ્વારકા માટે સીધી એસટી બસની માંગ ઉઠી

પાટણ ડેપો દ્વારા સિદ્ધપુર પાટણ બહુચરાજી દ્રારકા નવો એસટી રૂઢ શરૂ કરાયો
પાલનપુર ડીવિઝન દ્રારા પણ બનાસકાંઠા માર્ગે પરથી દ્રારકા જવા બસ શરૂ કરાશે ખરી ?
સિધ્ધપુરથી વાયા પાટણ બહુચરાજી દ્રારકા માટે વધુ એક એસટી બસ સેવા શરૂ થઇ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા વાસીઓ માટે દ્વારકા જવા માટેનો સીધો એસ.ટી લાભ ક્યારે મળશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જિલ્લાના ડીસા, ભીલડી, શિહોરી, થરા અને ધાનેરા વિસ્તારોના પ્રજાજનોને દ્વારકા જેવા પવિત્ર ધામે જવા સીધી એસટી સુવિધા હજુ સુધી ઉપલબ્ધ નથી, જેના કારણે લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે હાલ શરૂ કરાયેલી સિદ્ધપુર–દ્વારકા બસને વાયા પાલનપુર ડીસા રાધનપુર અને રાપર માર્ગે દોડાવવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના હજારો યાત્રાળુઓને સીધો લાભ મળી શકે. ખાસ કરીને તહેવારો અને રજાઓ દરમિયાન દ્વારકા જવા માટે લોકોને અન્ય જિલ્લાઓમાં જઈ બસ પકડવી પડે છે.
પ્રજાજનો દ્વારા રાજ્ય સરકાર અને ગુજરાત એસટી નિગમ સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પાલનપુર ડિવિઝન દ્વારા આ રૂટ ઉપર હજુ સુધી કોઈ બસ શરૂ કરવામાં આવી નથી. બનાસકાંઠા જેવા સરહદી અને વિશાળ જિલ્લામાંથી દ્વારકા માટે સીધી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી પ્રજાજનો માંગ કરી રહ્યા છે ત્યારે એસ ટી તંત્ર.દ્વારા આ માંગ પર કેટલું ધ્યાન આપવામાં આવે છે તે જોવાનું રહ્યું.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી
9 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો
10 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું
10 કલાક પહેલા
બનાસકાંઠાઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!
12 કલાક પહેલા
