વાવ-થરાદ જિલ્લાના છેવાડાના અને પાકિસ્તાન સરહદે આવેલા લોદરાની નાળોદર અને ગોલાગામ વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ત્યારેવાવ ધરણીધર તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખશ્રીએ આજે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, લોદરાની થી વાવ સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ૧૦ વર્ષથી નવીનીકરણ વગર 'રામ ભરોસે' છે. પૂરની ત્રિપલ માર અને તંત્રના થીંગડા મુદ્દે એસો.પ્રમુખએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૨૫ માં આવેલા વિનાશક પૂરના કારણે આ રોડ ત્રણ વખત મોટા પાયે તૂટ્યો છે. તંત્ર દ્વારા આ રોડનું કાયમી નિરાકરણ લાવવાને બદલે માત્ર કામચલાઉ થીંગડા મારવામાં આવે છે, જે થોડા જ સમયમાં ઉખડી જાય છે. હાલમાં આ માર્ગ પર ૧૦૦ થી વધુ જીવલેણ ગાબડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચલાવવું અશક્ય બન્યું છે. ૫ ગામોની મુશ્કેલી આ માર્ગ રાછેણા, લોદરાની, નાળોદર, ગોલાગામ અને સરદારપુરા જેવા ગામો માટે તાલુકા મથકે પહોંચવા માટેનો મુખ્ય રસ્તો છે. આ વિસ્તારમા દૂધ ડેરી હોવાથી દૂધના ટેન્કરોની અવરજવર પણ રહે છે. જો રોડ તત્કાલ પહોળો અને નવો બનાવવામાં નહીં આવે, તો કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ છે. વાવ તાલુકા સરપંચ સંગઠને માંગ કરી છે કે આગામી દિવસોમાં આ રોડનું નવીનીકરણ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર અને જિલ્લા કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે
વાવ ધરણીધર પંથકના રસ્તાઓ બિસ્માર હાલતમાં : સરપંચ એસો.એ આવેદનપત્ર પાઠવ્યું

સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 'રોડ સેફ્ટી' અંતર્ગત બાઇક રેલી યોજાઈ
1 દિવસ પહેલા
વાવ-થરાદથરા નગરપાલિકા ચૂંટણી માહોલ: AAP કાર્યાલયના ઉદ્ઘાટને ગઢવીના પ્રહારોથી ગુંજ્યું
3 દિવસ પહેલા
વાવ-થરાદચંદન રાઠોડ પરિવારને સહાય: માત્ર બે જ દિવસમાં રૂ.40 લાખથી વધુનું અનુદાન એકત્રિત
4 દિવસ પહેલા
વાવ-થરાદવાવના ચાંદરવા ગામે પોલીસના દરોડા: સીમમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
