રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અરણીવાડા યુવાન હત્યા કેસ: આરોપી શિહોરી કોર્ટમાં રજૂ

અરણીવાડા યુવાન હત્યા કેસ: આરોપી શિહોરી કોર્ટમાં રજૂ

કોર્ટ દ્વારા શુક્રવાર સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામના યુવાન રાહુલસિંહ સોલંકીની હત્યા મામલે પોલીસે આરોપી દશરથસિંહ જેણાજી જાદવને આજે ગુરુવારે શિહોરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ દ્વારા આરોપીના શુક્રવાર સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ અરણીવાડા ગામના રાહુલસિંહ સોલંકી ટ્રેક્ટરના ભાડાના રૂપિયા 30 હજાર લેવા માટે રાનેર ગામના દશરથસિંહ જાદવ પાસે ગયા હતા. દરમિયાન વારંવાર ઉઘરાણી કરતા દશરથસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને રાહુલસિંહના માથાના ભાગે ટોમી મારી તેની હત્યા કરી દીધી હતી.હત્યા બાદ સમગ્ર મામલો છુપાવવા માટે આરોપીએ રાનેર ગામની સીમમાં બનાસ નદીના પટમાં જેસીબીની મદદથી ખાડો ખોદી રાહુલસિંહની લાશ દાટી દીધી હતી. બીજી તરફ રાહુલસિંહ ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં ફરતા પરિવારે શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાનેર ગામના દશરથસિંહ જાદવની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે તપાસ કરી જેસીબીની મદદથી દાટી દેવાયેલી લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.પૈસાની લેતી દેતીમાં યુવકને મોતને ઘાટ ઉતારનાર આરોપી સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર