રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ જિલ્લામાં 66 શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો એનાયત કરાયા

પાટણ જિલ્લામાં 66 શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો એનાયત કરાયા

નિમણૂકોથી જિલ્લાની બિન-સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થશે પાટણ જિલ્લામાં બિન-સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 66 શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. એસ.એમ.દેસાઈ ગોપાલક હાઈસ્કૂલ, માતરવાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં નવનિયુક્ત શિક્ષકોને ભલામણપત્ર અને નિમણૂક હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યના કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. 

જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષક સંઘ પ્રતિનિધિ, શિક્ષણ પ્રતિનિધિ અને વહીવટી સંઘ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ નિમણૂકોથી જિલ્લાની બિન-સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થશે. શિક્ષણ કાર્યને નવો વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી અને અન્ય મહાનુભાવોએ નવનિયુક્ત શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર