રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત1 ફેબ્રુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક દાણચોરીનો કિસ્સો સામે આવ્યો


(જી.એન.એસ) તા. ૧

અમદાવાદ,

ફરી એકવાર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો કેસ કર્યો છે જેમાં, બેંગકોકથી આવેલો એક મુસાફર કસ્ટમ્સ ચેકિંગથી બચવા માટે સોનાની ચાર કેપ્સ્યુલ પોતાના મોઢામાં છુપાવીને લાવ્યો હતો. અધિકારીઓએ આ મુસાફર પાસેથી 108.07 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે 17.39 લાખ રૂપિયા થાય છે.

આ મામલે કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, 31 જાન્યુઆરીની મોડી રાત્રે બેંગકોકથી વિયેતજેટ એરની ફ્લાઈટ નંબર VZ 750 અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. AIUના અધિકારીઓને શંકાસ્પદ મુસાફરો અંગેના અગાઉથી મળેલા ઇનપુટ્સ અને મુસાફરના હાવભાવ પરથી શંકા ગઈ હતી. આ મુસાફરને અટકાવીને જ્યારે તેની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

આ કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મુસાફરે કાળા રંગની એડહેસિવ ટેપમાં લપેટેલી કેપ્સ્યુલ આકારની સોનાની ચાર લગડીઓ પોતાના મોઢામાં છુપાવી રાખી હતી. આ સોનાની શુદ્ધતા 24 કેરેટ માલૂમ પડી હતી. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ આ મુદ્દામાલ જપ્ત કરીને મુસાફર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તેમજ વધુમાં, કસ્ટમ્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે, એરપોર્ટ સુરક્ષા અને કસ્ટમ્સ ચેકિંગમાં પકડાઈ જવાની બીકે તસ્કરો હવે શરીરના અંગોમાં સોનું છુપાવવાની જોખમી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. મોઢામાં આ રીતે સોનું છુપાવવું જોખમો ઊભા કરી શકે છે.

જો કે, હાલમાં મુસાફરની ઓળખ ગુપ્ત રાખી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ અને કસ્ટમ્સ વિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે, આ સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને અમદાવાદમાં તે કોને પહોંચાડવાનું હતું. આ ઘટના પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.



Source link

સંબંધિત સમાચાર