રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત27 સપ્ટેમ્બર, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગુજરાતમાં નવરાત્રી સમયે જ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી


(જી.એન.એસ) તા. 27

અમદાવાદ/ગાંધીનગર,

હવામાન વિભાગ રાજ્યમાં દ્વારા આવનારા દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં આજથી 5 દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહી શકે છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદના કારણે નવરાત્રીમાં ગરબે રમવા માટે ઉત્સાહિત ખેલૈયાઓનો મજા બગડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આજે 27મીએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આજે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. તો 28મીએ સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, તથા સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યેલો એલર્ટ છે. ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા તથા નગર હવેલીમાં વરસાદનું રેલ એલર્ટ જાહેર કરાયું છે.

29મી તારીખે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ અને અમરેલીમાં રેડ એલર્ટ છે. તો જુનાગઢ, રાજકોટ, ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. તો દ્વારકા, કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, આણંદ, ભરૂચમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

30મી તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યેલો એલર્ટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ, તથા સૌરાષ્ટ્રના બાકીના જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ છે. આ બાદ 1લી ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને કચ્છમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



Source link

સંબંધિત સમાચાર