રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત21 ડિસેમ્બર, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

AMC ના અલગ અલગ વોર્ડમાં ધર્મના નામે સર્કલો ચૂંટાયેલા લોક પ્રતિનિધિ બજેટ આપી બનાવે છે!


(જી.એન.એસ) તા. ૨૧

અમદાવાદ,

શહેરમાં રહેતા એક સામાજિક લીડર રમેશભાઈ વોરા એ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં અલગ અલગ વોર્ડમાં ચાર રસ્તા ઉપર બનાવવામાં આવેલા ધર્મના નામના.તેમજ ધર્મના ચિન્હો વાળા સર્કલો બનાવવામાં આવ્યા છે તે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની જોગવાઈઓનું ઉલંઘન છે જે બાબતે અમો અરજદાર(રમેશ વોરા) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સેક્રેટરી વિભાગ ને કરેલ આરટીઆઈ અનુસંધાને મળેલ માહિતી મુજબ ધર્મના નામે સર્કલો બનાવવા ની કોઈ જોગવાઈ નથી તેમ જ શહેરમાં ચાર રસ્તા ઉપર ફક્ત ટ્રાફિક બુદ્ધ સર્કલ બનાવવા અને દરેક ધર્મના અંતિમધામમાં ધર્મના નામે ચૂંટાયેલા લોક પ્રતિનિધિ બજેટ આપી શકે તેવી માહિતી એકત્ર થયેલ તેમજ બીજી અન્ય માહિતી કોર્પોરેશન દ્વારા ન આપતા ગુજરાત માહિતી આયોગ ના કમિશનર દ્વારા અપીલ દરમિયાન તમામ પક્ષકારોને ધર્મના નામે માંગવામાં આવેલી આરટીઆઇની તમામ માહિતી આપવા બાબતે હુકમ કરેલ જેથી સ્પષ્ટ થઈ ગયેલ છે કે ચૂંટાયેલા લોક પ્રતિનિધિ એ તમામ ધર્મના લોક પ્રતિનિધિ છે માટે કોઈપણ લોક પ્રતિનિધિ તેમના ધર્મના સર્કલો પ્રજાના ટેક્સના પૈસાથી બનાવી શકે નહીં તેવું કાયદામાં જોગવાઈ હોય ભૂતકાળમાં 1987માં મુંબઈ વિલે પારલે વિધાનસભામાં ધર્મના નામે ચૂંટણી પ્રચાર કરવા બદલ મુંબઈ હાઇકોર્ટ દ્વારા 1989 માં ચૂંટણીને અમાન્ય ઘોષિત કરવામાં આવેલ તેમજ જે તે વખતે ઉમેદવારને છ વર્ષ સુધી ચૂંટણી નહીં લડવા તેમજ મત આપવાના અધિકારથી વંચિત રાખવા માટેનો હુકમ કરવામાં આવેલ હવે જોવાનું એ રહ્યું કે મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા સમગ્ર મામલે હવે પછી શહેરમાં ધર્મના નામથી કે ધર્મના ચિન્હો વાળા સર્કલો બનાવવા બાબતે પ્રતિબંધ મુકાશે કે કેમ?તેવી માહિતી એકત્ર થઈ છે જો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની ધારાઓનું ઉલ્લંઘન કરી કોર્પોરેટર કે ધારાસભ્યો ધર્મના નામના સર્કલો બનાવવાનું ચાલુ રાખશે તો અમો અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરાવીશું.



Source link

સંબંધિત સમાચાર