રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ખેતીવાડી: બનાસકાંઠા જીલ્લામાં ઘટતા જતા ભૂગર્ભ જળ અને પાણીની અછત વચ્ચે ઉનાળુ વાવેતર

ખેતીવાડી: બનાસકાંઠા જીલ્લામાં ઘટતા જતા ભૂગર્ભ જળ અને પાણીની અછત વચ્ચે ઉનાળુ વાવેતર
જીલ્લામાં 15 માર્ચ સુધી 57642 હેક્ટર જમીન વિસ્તારોમાં વાવેતર થવા પામ્યું બાજરી મગફળી અને ધાસચારા શકકરટેટી અને તડબુચ નુ સૌથી વધુ વાવેતર; બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સીઝનના વાવેતર નો પ્રારંભ થયો છે. ત્યારે અત્યાર સુધી જિલ્લામાં વિવિધ પાકોનું 57642 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે જેમાં બાજરી મગફળી અને ધાસચારા નું વાવેતર સૌથી વધુ જોવા મળી રહ્યું છે. રવિ સિઝનના પાકો નું લણણી કાર્ય પણ ચાલી રહ્યું છે. ત્યારે ખેડૂતોએ ઉનાળુ સીઝન ના વાવેતરની પણ  શરૂઆત કરી દીધી છે. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સીઝન નુ સરેરાશ વાવેતર 3 લાખ હેક્ટરમાં થાય છે ઉનાળા દરમિયાન પાણીની તીવ્ર અછત રહેતી હોય છે. જિલ્લાની મોટાભાગની ઉનાળુ ખેતી પિયત આધારિત છે તેમ છતાં ડ્રિપ એરીગેશન ની પધ્ધતી થી જિલ્લાના ખેડૂતો મહત્તમ વાવેતર કરતા હોય છે ત્યારે આગામી સમયમાં ઉનાળુ વાવેતર ના વિસ્તારનો વ્યાપ વધશે જોકે અત્યારે પ્રારંભિક તબક્કામાં બનાસકાંઠા જિલ્લામાં બાજરી મગફળી ઘાસચારો ટેટી તરબૂચ નુ વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લા માંથી થોડા સમય પહેલા નવો જીલ્લો જાહેર થયો તે વિસ્તારના થરાદ માં અત્યાર સુધી 15060 હેકટર જમીન વિસ્તારમાં સૌથી વધુ વાવેતર થયું છે. આ વર્ષે ઉનાળુ સીઝન ના વાવેતર માટે નહેરો નું પાણી મળવું મુશ્કેલ બનશે; બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સહિતના તાલુકાઓમાં નર્મદા કેનાલ દ્વારા મોટાભાગની ખેતી કરવામાં આવે છે પરંતુ આ વર્ષ 15 મી માર્ચ નર્મદા પાણી બંધ કરવા માં આવનાર છે. જેથી આ વર્ષે સરહદી વિસ્તારોમાં ખેડૂતો નર્મદા  સિંચાઈ આધારિત ઉનાળુ સીઝન ની વાવણી કરવી મુશ્કેલ બનશે પરંતુ અત્યાર સુધી જીલ્લાનું સૌથી વધુ થરાદ માં વાવેતર થયું છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ઉનાળાની સિઝનમાં ભુગર્ભ જળની મોટી સમસ્યા સર્જાતી હોય છે; બૃહદ બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં ઉનાળાની સીઝન દરમિયાન પાણીની તિવ્ર અછત જોવા મળી રહે છે. જેના કારણે પૂરતા પ્રમાણમાં ખેતીનું વાવેતર થઈ શકતું નથી જિલ્લાના દાંતીવાડા અને સીપુ જળાશયો પણ ઉનાળા દરમિયાન ખાલીખમ થઈ જાય છે. જેના કારણે પણ ડીસા ધાનેરા દાંતીવાડા સહિત અનેક તાલુકાઓમાં ઉનાળા દરમિયાન ભુગર્ભ જળ ની મોટી સમસ્યા સર્જાતી હોય છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર