રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

થરા-વડા વચ્ચે અકસ્માત: આખલાની અડફેટે બાઇક ચાલક ગંભીર ઘવાયો

થરા-વડા વચ્ચે અકસ્માત: આખલાની અડફેટે બાઇક ચાલક ગંભીર ઘવાયો

રખડતા ઢોરોની રંજાડ દૂર કરવાની લોકમાંગ

ઓગડ તાલુકાના થરા નગર વિસ્તારમાં રખડતા અખલાઓનો દિનપ્રતિદિન એટલો બધો વધી ગયો છે કે પ્રાથમિક શાળા નં-૨ પાસે તો વિધાર્થીઓ અને વૃદ્ધ એકલ દોકલ જતા વ્યક્તિઓ ભયથી ધ્રુજે છે. તાણા રોડ પર એક મહિલા તેના નાના બાળકને તેડીને જતી હતી ત્યારે એક આખલાએ પાછળથી આવી મહિલા અને બાળકને ઉછળ્યા હતા તે સદનશીબે બચી ગયા હતા આવા રોજબરોજ બનાવો બને છે છતાં ચીફ ઓફિસર, મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ઓફિસમાં બેઠા બેઠા તમાશો જુએ છે આ બધા વચ્ચે ડીસા નેશનલ હાઇવે પર ઓગડ તાલુકાના થરા-વડા ગામ નજીક એક બાઇક સવારને રખડતા આખલાની સાથે ટક્કર થતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બાઇક ચાલક સવારના જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક આખલો રસ્તા પર આવી ગયો હતો. આખલાની જોરદાર ટક્કરથી બાઇક સવારને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી.

ઘટના બાદ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. થરા પ્રાથમિક શાળા નં-૨ પાસે તથા જાહેર રોડ પર રખડતા અખલાઓનો ત્રાસ દૂર થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. રોડ પર ઘાસચારો કે સડેલાં શાકભાજી નાખતાં લોકો પ્રત્યે પાલિકા પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તેવી પણ લોકોની ઉગ્ર માંગ ઉઠી છે.કોઈ વિદ્યાર્થીનો આખલા ભોગ લે એ પહેલાં તંત્ર જાગશે ખરું ?

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર