રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા28 ઑગસ્ટ, 2025| Super Admin

અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન આરતી અને દર્શનનો સમય

અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન આરતી અને દર્શનનો સમય
૭ સપ્ટેમ્બર એટલે કે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણને કારણે દર્શન સમય અને ધ્વજારોહણમાં ફેરફાર શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહા મેળાનું આયોજન કરાશે. ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માતાજીની આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. આગામી તારીખ ૧ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન આરતી સવારે ૬ થી ૬.૩૦ કલાકે, દર્શન સવારે ૬ થી ૧૧.૩૦ કલાક સુધી, દર્શન બંધ ૧૧.૩૦ થી ૧૨.૩૦, દર્શન બપોરે ૧૨.૩૦ થી ૧૭.૦૦ કલાક સુધી, દર્શન બંધ ૧૭ થી ૧૯ કલાક સુધી, દર્શન સાંજે ૧૯ થી ૨૪ કલાક સુધી તથા દર્શન બંધ ૨૪ થી સવારે ૬ સુધી રહેશે. આગામી તારીખ ૭ સપ્ટેમ્બર, રવિવાર એટલે કે ભાદરવી પૂનમ મહા મેળાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતી સવારે ૬ વાગ્યાથી ૬.૩૦ સુધી, દર્શન સવારે ૬ થી ૧૦ કલાક સુધી, શયન કાળ આરતી ૧૨ થી ૧૨.૩૦ કલાકે, બંધ મંદિરમાં જાળીમાંથી દર્શનનો સમય ૧૨.૩૦ થી ૧૭ સાંજે ૧૭ કલાકથી દર્શન બંધ રહેશે.  ૭ સપ્ટેમ્બર, રવિવાર એટલે કે ભાદરવી પૂનમ મહા મેળાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના શિખર પર બપોરે ૧૨.૩૦ કલાક બાદ ધ્વજારોહણ થઈ શકશે નહીં. આ સાથે ૮ સપ્ટેમ્બરથી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે જેની સર્વે શ્રદ્ધાળુઓને નોંધ લેવા વિનંતી છે.

સંબંધિત સમાચાર