દિયોદર-તેરવાડા રોડ પર ગાયને બચાવવા જતાં એક કાર પલટી મારી હતી. આ અકસ્માતમાં દિયોદર તાલુકાના મેસરા ગામના આશરે ૨૦ વર્ષીય જયેશજી નાગજીજી ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, જયેશજી ઠાકોર GJ 02 A 5178 નંબરની કારમાં ઓગડ તાલુકાના વડા ગામે આવેલા ઢટોસણ હનુમાન દાદાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ ઘટના ઇસરવા બસ સ્ટેન્ડ નજીક બની હતી.ગાયને બચાવવાના પ્રયાસમાં કાર પલટી મારી ગઈ હતી. કાર પલટી મારતા જયેશજીનું માથું નીચે આવી ગયું હતું અને કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી ક્ષતિગ્રસ્ત કારને સીધી કરી જયેશજીને બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક દિયોદર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
- હોમ
- /ઉત્તર ગુજરાત
- /દિયોદર રોડ પર ગાયને બચાવવા જતાં અકસ્માત
દિયોદર રોડ પર ગાયને બચાવવા જતાં અકસ્માત

સંબંધિત સમાચાર
ઉત્તર ગુજરાતથરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતઅંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજા પર માત્ર ગણતરીના ટ્રસ્ટોનો જ હક કેમ? સમાન તક આપવા હાઈકોર્ટમાં અરજી
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતઅમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત
1 મહિના પહેલા
