રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 નવેમ્બર, 2024| Super Admin

આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા શિષ્યવૃત્તિ ચાલુ રાખવા પાલનપુર ખાતે કલેકટરને રજૂઆત કરાઇ

આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા શિષ્યવૃત્તિ ચાલુ રાખવા પાલનપુર ખાતે કલેકટરને રજૂઆત કરાઇ

આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામા આવતા રોષ સરકારે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરતો પરિપત્ર કર્યો રાજ્યમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિકના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પોસ્ટ મેટ્રિકમાં મેનેજમેન્ટ કવોટામાં પ્રવેશ મેળવતા આદિવાસી સમાજમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કરવામાં આવતા આદિવાસી વિદ્યાર્થીઓ રોષે ભરાયાં છે અને શિષ્યવૃત્તિ ચાલુ રાખવા જિલ્લા કલેકટર આવેદનપત્ર પાઠવ્યું હતું. 

રાજ્યમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને નર્સિંગ,ફાર્મસી,ડિગ્રી ઇજનેરી,ડિપ્લોમા,એમબીબીએસ જેવા ઉચ્ચ અભ્યાસ કરવા માટે વર્ષ 2010 થી કેન્દ્ર સરકારના 75 ટકા અને રાજ્ય સરકારના 25 ટકા મળી 100 ટકા રકમની શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી જેને લઇ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓન ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરતા હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગત.તા.28 ઓકટોબર 2024 ના રોજ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિકમાં મેનેજમેન્ટ કવોટામાં એડમિશન મેળવે તો તેમની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જોકે આ પરિપત્રથી અનેક આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બને તેમ હોય આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોસ્ટ મેટ્રિકમાં વિદ્યાર્થીઓને વર્ષોથી આપાવમાં આવતી શિષ્યવૃતિ ચાલુ રાખવા અને સરકારે કરેલ શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર રદ કરવાની માંગ કરી હતી.

સંબંધિત સમાચાર