દાંતીવાડા તાલુકામાંથી એક અત્યંત દૂઃખદ અને કાળજું કંપાવી દે તેવા અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઝાત-પાંથાવાડા માર્ગ પર બેફામ દોડતા એક ડમ્પર ચાલકે બુલેટ સવાર હોનહાર યુવાનને જોરદાર ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, આ ભયાનક અકસ્માતમાં ઝાત ગામના દીનેશ માનાભાઈ રાજગોર નામના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. ગમખ્વાર અકસ્માતની આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાયો છે. કાળજાના કટકા સમાન મૃતક યુવાન પોતાના માતા-પિતાનો એકમાત્ર દીકરો હોવાનું સામે આવ્યું છે, જેથી અકસ્માતના સમાચાર મળતા જ પરિવાર પર જાણે આભ ફાટ્યું છે. અકસ્માત બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પાંથાવાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પ્રજામાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, વિસ્તારમાં ખનીજ માફિયાઓના બેફામ અને ઓવરસ્પીડ દોડતા ડમ્પરોને કારણે અવારનવાર આવા જીવલેણ અકસ્માતો સર્જાય છે અને દાંતીવાડા તાલુકો રક્તરંજિત બની રહ્યો છે. સ્થાનિકો હવે પ્રશાસન પાસે આવા કાળમુખા વાહનો સામે કડક ચેકિંગ અને કાયદાકીય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
દાંતીવાડામાં બેફામ ડમ્પરે વધુ એક યુવાનનો લીધો જીવ!

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું
2 દિવસ પહેલા
બનાસકાંઠાઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!
2 દિવસ પહેલા
