સાબરકાંઠાના પ્રાંતિજમાં નબીરાએ અકસ્માત સર્જીને હાહાકાર મચાવી દેતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. પ્રાંતિજમાં નાલંદા સ્કૂલ પાસે જ બેફામ કારચાલકે 5 વાહનોને અડફેટે લીધા હતા. બનાવમાં ઘાયલ થયેલા લોકોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. નબીરાની કારમાંથી દેશી દારુની પોટલીઓ પણ મળી આવી હતી. દારુના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું બહાર આવ્યું છે. બેફામપણે કાર ચલાવી રહેલા નબીરાએ 2 એક્ટિવા, 2 કાર અને પીકઅપ વાનને ટક્કર મારી હતી. પ્રાંતિજ રેલ્વેસ્ટેશન નાલંદા સ્કુલ પાસે એક કાર ચાલકે બે એક્ટીવા બે કાર અને એક પીકઅપ વાનને અડફેટે લીધુ હતું. અકસ્માતમાં સ્કુલ માંથી છુટીને એક્ટીવા ઉપર ઘરે જઇ રહેલ વિધાર્થીની ને ઇજાઓ પહોચી છે જ્યારે એક્ટીવા ઉપર રાસલોડ ખાતે જઇ રહેલ સાળા-બનેવીને ઇજાઓ પહોંચી હતી. જ્યારે રસ્તાની સાઇડ પર ઉભી રાખેલી એડવોકેટની કાર ને પણ અડફેટે લેતા કારને નુકશાન થયું હતું.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પ્રાંતિજમાં બેફામ કાર ચાલકે બે કાર અને પીકઅપ વાનને ટક્કર મારી અકસ્માત સર્જ્યો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#police investigation#public safety#Emergency Response#Traffic Incident#Reckless Driving#Local Crime#Drunk Driving#Vehicle Collision#Road Mishap#Prantij Accident#Sabarkantha News#Country Liquor Seizure#Student Injured#Nalanda School#Prantij Railway Station
સંબંધિત સમાચાર
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
8 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
3 દિવસ પહેલા
સાબરકાંઠાઅરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ: તલાટીથી નાયબ મામલતદાર કક્ષાના 250 કર્મીઓ જોડાયા
1 અઠવાડિયા પહેલા
