રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસાના અજાપુરા પાસે કારમાં આગ ભભૂકી કાર સંપૂર્ણ બળીને ખાખ

ડીસાના અજાપુરા પાસે કારમાં આગ ભભૂકી કાર સંપૂર્ણ બળીને ખાખ

ડીસાથી ચીત્રાસણી જવાના રસ્તા પર અજાપુરા પાસે મંગળવારે બપોરે એક કારમાં અચાનક આગ લાગી હતી. કારમાંથી પ્રથમ ધુમાડા નીકળતા ચાલક ઉતરી ગયો હતો. જોકે ત્યારબાદ આગ લાગતા કાર ભડભડ સળગી ગઈ હતી. આ અંગે ડીસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટર આવી પહોંચ્યું હતું. પરંતુ ત્યાં સુધી કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. ડીસા-ચિત્રાસણી રોડ પર અજાપુરા ગામ નજીક ડીસાથી ચિત્રાસણી તરફ જતી અલ્ટો કારમાં  અચાનક  આગ લાગી હતી.ગાડીમાં આગ લાગવાનુ પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે.ચાલુ કારમાં ધુમાડા નીકળતા ગાડીના ચાલકે સમય સૂચક્તા વાપરી ઉતરી જતાં જાનહાનિ ટળી હતી.ત્યાર બાદ આગ લાગતામાં કાર ભડભડ સળગી ગઈ હતી. આગને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં એકત્ર થયાં હતાં. આ અંગે ડીસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ડીસા ફાયર ફાઇટરની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના  પ્રયાસ હાથ ધર્યા હતાં પરંતુ આગ પર કાબૂ મેળવાય તે પહેલા અલ્ટો કાર બળીને રાખ થઈ ગઈ હતી.

સંબંધિત સમાચાર